________________
પર્વ ૧૦ મુ
૭૫
અધોગતિમાં પડે છે. આ પ્રાણાતિપાત વિગેરેના બે ભેદ છે. તેમાંથી સૂક્ષને જે છોડી શકાય નહીં તે પછી સૂક્ષમના ત્યાગમાં અનુરાગી થઈ બાદરને ત્યાગ તે જરૂર કરવો.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી સર્વ લોકે આનંદમાં મગ્ન થઈ ચિત્રવત સ્થિર થઈ ગયા.
એ અરસામાં મગધ દેશમાં આવેલા ગેબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ ગૌતમ ગોત્રી પુત્રો થયા હતા. કલાક ગામમાં ધનુમિત્ર અને ધમ્મિલ નામે બે બ્રાહ્મણ હતા, તેઓને વારૂણી અને ભવિલા નામની સ્ત્રીઓથી વ્યક્ત અને સુધર્મા નામે બે પુત્ર હતા. મૌર્ય ગામમાં ધનદેવ અને મૌર્ય નામે બે વિપ્ર હતા, તેઓ પરસ્પર માસીના દીકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજયદેવી નામની પત્નીથી મંડિક નામે એક પુત્ર થયે હતું. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયે. ત્યાંના લોકાચાર પ્રમાણે સ્ત્રી વગરને મૌર્ય વિજયદેવીની સાથે પરણ્યો. “દેશાચાર લજજાને માટે થતો નથી.” અનુક્રમે મૌર્યથી તે વિજયદેવીને એક પુત્ર થયે તે લોકોમાં મૌર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે હતો. તેમજ વિમળાપુરીમાં દેવ નામના બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી અકંપિત નામે એક પુત્ર થયો હતો. કોશલાનગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીના ઉદરથી અલભ્રાતા નામે એક પુત્ર થયે હતે. વત્સ દેશમાં આવેલા તુગિર નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણા નામની સ્ત્રીથી તૈતર્યા નામે પુત્ર થયું હતું. રાજગૃહ નગરમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની સ્ત્રીથી પ્રભાસ નામે પુત્ર થયો હતો. તે અગ્યારે વિપ્રકુમાર ચાર વેદરૂપી સાગરના પારગામી થયા હતા અને ગૌતમાદિક ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડો શિષ્યથી પરવારેલા રહેતા હતા. ' અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા તે અગ્યારે દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. તે સમયે ત્યાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વાંદવાની ઈચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણોને કહ્યું, “આ યજ્ઞનો પ્રભાવ તે જુઓ ! આપણે મંત્રથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ થઈને અહીં યજ્ઞમાં આવે છે. તે વખતે ચંડાળના ગૃહની જેમ યજ્ઞને વાડો છેડીને દેવતાઓને સમવસરણમાં જતાં જોઈ લોકો કહેવા લાગ્યા...હે નગરજને ! અતિશય સહિત સર્વજ્ઞ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે, તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે. “સર્વજ્ઞ” એવા અક્ષરો સાંભળતાં જ જાણે કેઈએ આક્રોશ કર્યો હોય તેમ ઈદ્રભૂતિ કે ૫ કરી પોતાના સ્વજન પ્રત્યે બે -“અરે! ધિક્કાર ! ધિક્કાર! મરૂદેશના માણસો જેમ આંબાને છોડી કેરડા પાસે જાય તેમ આ લો કે મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કઈ બીજે સર્વજ્ઞ છે ? સિંહની આગળ બીજે કઈ પરાક્રમી હોયજ નહીં. કદિ મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તે ભલે જાએ, પણ આ દેવતાઓ કેમ જાય છે? તેથી તે પાખંડીને દંભ કઈ મહાન લાગે છે, પરંતુ જે એ સર્વજ્ઞ હશે તેવાજ આ દેવતાઓ પણ જણાય છે, કેમકે જે યક્ષ હોય તેજ બલિ અપાય છે. હવે આ દે. અને માનવોના દેખતાં હું તેના સર્વપણને ગર્વ હરી લઉં.” આ પ્રમાણે અહંકારથી બાલ ગૌતમ પાંચસે શિષ્યથી પર છતે જ્યાં શ્રી વીરપ્રભુ સુરનથી વીંટાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યું. પ્રભુની સમૃદ્ધિ અને તાદશ તેજ જઈ “આ શું?’