________________
૫૮
સગ ૪ થે
સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચળિત થયા નહીં. તો હવે પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને શું હું પાછો સ્વર્ગમાં જાઉં? પણ તેમ તો શી રીતે જવાય ! માટે ચિરકાળ સુધી અહીં રહી આ મુનિને અનેક ઉપસર્ગો કરીને કઈ રીતે ક્ષોભ પમાડું.”
પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી વ્યાપ્ત એવો માર્ગ થતાં પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ આપતાં વાલુકે નામના ગામ તરફ ચાલ્યા, માર્ગમાં તે અધમ સંગમે પાંચસે ચાર અને વેલના સાગર જેવી ઘણી રેતી વિમુવી. તે પાંચસે ચો૨ “માતુલ ! માતુલ !” એમ ઉંચે સ્વરે કહી પ્રભુને તેવી રીતે આલિંગન દેતા વળગી પડ્યા કે જેથી પર્વત હોય તો તે પણ કુટી જાય. તેનાથી ક્ષોભ પામ્યા સિવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનુ સુધી પગ ખુંચાડતા ખુંચાડતા વાલુકા ગ્રામે આવ્યા. એવી રીતે સ્વભાવથી દૂર બુદ્ધિવાળે તે દેવ નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈને અનેક પ્રકારના ઉપસર્ગો કરતા હતા. આ પ્રમાણે ઉપસર્ગ કરતાં કરતાં તે સંગમ દેવને છ માસ વીતી ગયા. અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા કોઈ ગોકુળમાં આવ્યા. તે સમયે ત્યાં ગોકુળમાં ઉત્સવ ચાલતે હતો. પ્રભુએ છ માસ સુધી ઉપવાસ કર્યા હતા, તેથી આ વખતે પારણું કરવા સારૂં ગોકુળમાં ભિક્ષા માટે ગયા; પરંતુ જે જે ઘરમાં સ્વામી ભિક્ષા માટે જાય ત્યાં ત્યાં તે અધમ દેવ આહારને દૂષિત કરી નાખવા લાગ્યું. પ્રભુએ ઉપગ આપીને જોયું તે “તે અધમ દેવ નિવૃત્ત થયે નથી એવું જાણું પ્રભુ પાછા ગોકુળની બહાર આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દેવતાએ અવધિજ્ઞાનથી જોયું કે “હજુ આ મુનિને પરિણામ ભગ્ન થયા છે કે નહીં?” તે તેને જાણવામાં આવ્યું કે, હજુ પણ તે ક્ષોભ પામ્યા નથી. એટલે તેણે વિચાર્યું કે, “છ માસ સુધી હમેશાં ઉપસર્ગો કર્યા, પણ સમુદ્રના જળથી સસ્થગિરિની જેમ આ મુનિ કંપ્યા નહીં; અને હજુ લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં તે પણ તે ધ્યાનથી ચલિત થશે નહીં, તેથી પર્વતને ભેદવામાં હાથી નિષ્ફળ થાય તેમ આમાં મારો પ્રયાસ તદ્દન વૃથા થયો. હા ! મારી દુબુદ્ધિથી ઠગાઈને સ્વર્ગના વિલાસનું સુખ છોડી શાપથી ભ્રષ્ટ થયેલાની જેમ હું આટલો બધે આ પૃથ્વી પર ભમે.” આ પ્રમાણે વિચાર કરીને તે દેવ પ્રભુને નમી અંજલિ જોડી લજજા પામી પ્લાન મુખે આ પ્રમાણે કે, “હે સ્વામિન્! શક ઈ સુધર્મા સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે છો. તેના વચન પર શ્રદ્ધા નહીં કરીને મેં તમને ઘણું ઉપદ્રવ કર્યા, તથાપિ તમે સત્ય પ્રતિજ્ઞ છો અને હું ભ્રષ્ટપ્રતિજ્ઞ થયે છું. આ સારું કાર્ય કર્યું નથી, માટે હે ક્ષમાનિધિ ! તમે મારે તે અપરાધ ક્ષમા કરો. હવે ઉપસર્ગ કરવા છેડી દઈને ખેદ પામતો હું દેવલેકમાં જાઉં છું. તમે પણ નિઃશંક થઈને ગામ, આગર અને પુર વિગેરેમાં સુખે વિહાર કરો. હવે તમે આ ગામમાં ભિક્ષા માટે ખુશીથી પ્રવેશ કરે અને અદ્રષિત આહાર ગ્રહણ કરે. પૂર્વે જે દૂષિત ભિક્ષા મળતી હતી તે દેષ પણ મારાજ ઉત્પન્ન કરેલા હતા.” પ્રભુ બોલ્યા- હે સંગમદેવ ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને આધિન નથી, અમે તો વેચ્છાએ વિહાર કરીએ છીએ.” આ પ્રમાણે કહેતા વીર પ્રભુને પ્રણામ કરી તે અધમ દેવ પશ્ચાત્તાપ કરતો કરતો ઈદ્રપુરી તરફ ચાલ્ય.
આટલે વખત અહીં સૌધર્મ દેવલોકમાં બધા દેવતાએ આનંદ અને ઉત્સાહ રહિત થઈ ઉઠેગ ધરીને રહ્યા હતા. શક્રઈદ્ર પણ સુંદર વેષ અને અંગરાગ છેડી તથા સંગીતાદિકથી વિમુખ થઈ અતિ દુ:ખી બની જઈને મનમાં ચિતવવા લાગ્યા કે–અહો! પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત હું થયે છું; કારણ મેં જ્યારે પ્રભુની પ્રશંસા કરી