________________
પૂર્વ ૧૦ મુ
વાર્તા શેઠને કહી સભળાવી. પછી તે વૃદ્ધાએ જઇને જ્યાં ચંદનાને પૂરી હતી, તે ઘર શેઠને બતાવ્યું, એટલે ધનાવહ શેઠે પોતાની મેળે તેનું દ્વાર ઉઘાડ્યું. ત્યાં ચારે ખેંચેલી લતાની જેવી ક્ષુધા તૃષાથી પીડિત; નવી પકડેલી હાથિણીની જેમ એડીથી બાંધી લીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુ`ડિત કરેલી અને જેના નેત્રકમળ અશ્રુથી પૂતિ છે એવી ચંદનાને ધનાવહ શેઠે અવલેાકી. શેઠે તેને કહ્યું કે, વત્સે ! તુ સ્વસ્થ થા’એમ કહી નેત્રમાંથી અશ્રુ પાડતા શેઠ તેને ભેાજન કરાવવાને માટે રસવતી લેવા સારૂ ઉતાવળા રસોડામાં ગયા, પણ દૈવયેાગે ત્યાં કાંઈ પણ અવશેષ ભાજન જોવામાં આળ્યું નહીં, તેથી સુપડાના ખૂણામાં પડેલાં કુમાષ તેણે ચંદનાને આપ્યા; અને કહ્યુ હે વત્સે ! હું તારી બેડી તોડવાને માટે લુહારને લાવી લાવુ છુ, ત્યાં સુધી તું આ કુમાષનુ ભાજન કર’આ પ્રમાણે કહી શેઠ બહાર ગયા, એટલે ચંદ્રના ઊભી ઊભી વિચાર કરવા લાગી કે, અહા ! મારા રાજકુળમાં જન્મ કથાં અને આ વખતે આવી સ્થિતિ કાં? આ નાટક જેવા સંસારમાં ક્ષણમાં વસ્તુમાત્ર અન્યથા થઈ જાય છે, એ બધું મેં જાતે અનુભવ્યું છે. અહા ! હવે હું શું તેના પ્રતિકાર કરૂ ? આજે અદ્ભૂમને પારણે આ કુમાષ મળ્યા છે, પણ જો કોઈ અતિથિ આવે તેા તેને આપાને પછી હું જમ્મુ, અન્યથા જમીશ નહીં.' આવા વિચાર કરીને તેણે દ્વાર ઉપર દૃષ્ટિ નાખી, તેવામાં તે શ્રી વીરપ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડયા. તેમને જોઈ ને અહો કેવુ શુભ પાત્ર ! અહો કેવુ' ઉત્તમ પાત્ર ! અહા મારા પુણ્યના સચય કેવા ! કે જેથી આ કોઈ મહાત્મા ભિક્ષાને માટે અહીં' અચાનક પ્રાપ્ત થયા.’ આ પ્રમાણે ચિંતવીને તે ખાળા કુમાષવાળુ સુપડું હથમાં લઇ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઊભી રહી. એડીને લીધે ઉમરા ઉલ્લઘવાને અશક્ત એવી તે ખાળા ત્યાં રહી છતી આર્દ્ર હૃદયવાળી ભક્તિથી ભગવત પ્રત્યે બેલી-હે પ્રભુ ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકારમાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારાપ૬ અનુગ્રહ કરો.' દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલા જાણી, પ્રભુએ તે કુમાષની ભિક્ષા લેવાને માટે પેાતાના કર પ્રસાર્યા.૧ તે વખતે ‘અહા ! મને ધન્ય છે” એમ ધ્યાન ધરતી ચંદનાએ સુપડાના એક ખુણાવડે તે કુમાષ પ્રભુના હાથમાં નાખ્યા. પ્રભુના અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતા પ્રસન્ન થઈ ને ત્યાં આવ્યા, અને તેઓએ વસુધરા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. તત્કાળ ચંદનાની બેડીઓ તુટી ગઈ, તેને ઠેકાણે સુવર્ણના નૂપુર થઇ ગયા, અને કેશપાશ પૂર્વ ની જેમ સુશેાભિત થઇ ગયા. શ્રી વીરપ્રભુના ભક્ત દેવતાઓએ તત્કાળ ચંદનાને સર્વ અ'ગમાં વસ્ત્રાલ કારથી શોભિત કરી દીધી. પછી દેવતાએ પૃથ્વી અને અંતરીક્ષના ઉદરને પૂરે તેવા ઉત્કૃષ્ટ નાદ કરી સૂત્રધારની જેમ હર્ષ પામતા ગીત નૃત્યાદિક કરવા લાગ્યા, દુંદુભિના ધ્વનિ સાંભળી મૃગાવતી અને શતાનિક રાજા તથા સુગુપ્ત મંત્રી અને ના મોટા પરિવાર સાથે ત્યાં આવ્યા. દેવપતિ શક્રઇંદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વાંઢવા માટે મનમાં હર્ષ પામતા પામતા વેગથી ત્યાં આવ્યા. દધિવાહન રાજાના સ‘પુલ નામે એક કંચુકી હતા, તેને જ્યારે ચંપાનગરીને લુંટી ત્યારે ત્યાંથી શતાનિક રાજા પકડી લાવ્યા હતા, તેને આ વખતે જ છેાડી મૂકતાં તે પણ ત્યાં આવ્યેા; એટલે પેાતાના રાજાની પુત્રી વસુમતીને જોઇને તેના પગમાં પડયો અને છુટે કંઠે દન કરવા લાગ્યા, તેથી તે માળાને
૧ આ વખતે ચ'દનાના નેત્રમાં આંસુ નહોતા, તેથી અભિમની અપૂર્ણતા જાણી પાછા વળ્યા; એટલે ચંદનાને પારાવાર ખેદ થતાં તેની આંખમાં આંસુ આવ્યા. પ્રભુ અભિષ પૂર્ણ થયેલ નણી પાછા વળ્યા ને દાન લીધું. આમ અન્યત્ર કથન છે.