________________
સગ ૪ થે
કહી શકી નહીં, તેથી કાંઈ પણ ન બોલતાં સાયંકાળે કમલિની રહે તેમ અધમુખ કરીને ઊભી રહી. પછી શેઠે પિતાની મૂલા શેઠાણીને કહ્યું કે, પ્રિયા ! આ કન્યા આપણી દુહિતા છે, તેનું અતિ યત્નથી પુષ્પની જેમ લાલનપાલન કરવું.” આવાં શ્રેષ્ટિનાં વચનથી તે બાળા ત્યાં પિતાના ઘરની જેમ રહી અને બાળચંદ્રની લેખાની જેમ સર્વના નેત્રને આનંદ આપવા લાગી. તેણીને ચંદન જેવા શીતળ વિનય વચન અને શીલથી રજિત થયેલા પ્રષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના એવું નામ આપ્યું.
અનુક્રમે કરભ જેવા ઉરૂવાળી તે બાળ યૌવનવયને પ્રાપ્ત થઈ. તે સમયે સમુદ્રને જેમ પૂર્ણિમાની રાત્રિ હર્ષ આપે તેમ તે પ્રેષ્ટિને હર્ષ આપવા લાગી. સ્વભાવથી જ રૂપવતી છતાં યૌવન પામવાથી વિશેષ રૂપવતી થયેલી ચંદનાને જોઈને મૂલા શેઠાણી મનમાં ઈર્ષા લાવી આ પ્રમાણે વિચારવા લાગી કે, “શ્રેષ્ઠિએ આ કન્યાને પુત્રીવત્ રાખી છે, પણ હવે તેના રૂપથી મોહિત થઈને કદિ શેઠ તેની સાથે પરણે તે હું જીવતી મુવા જેવી થઉં.” આ પ્રમાણે સ્ત્રીપણાને છાજતા તુચ્છ હૃદયને લીધે તે મૂલા ત્યારથી રાત્રિ દિવસ ઉદાસ રહેવા લાગી. એક વખતે શેઠ ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા, તે વખતે દેવગે કેાઈ સેવક તેના પગને ધેન હાજર ન હતો, તેથી અતિ વિનીત ચંદના ઉભી થઈ અને શેઠે વારી તે પણ તે પિતૃભક્તિથી શેઠના પગ ધેવા પ્રવર્તે. તે વખતે તેણીને સિનગ્ધ શ્યામ અને કોમળ કેશપાશ અંગની શિથિલતાથી છુટી જઈને જલપંકિત ભૂમિમાં પડ્યા; એટલે “આ પુત્રીને કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાઓ એવું ધારી શેઠે સહજ સ્વભાવે યષ્ટિથી તેને ઉંચે કર્યો અને પછી આદરથી બાંધી લીધે. ગેખ ઉપર રહેલી મૂલાએ તે જેયું, એટલે તેને વિચાર આવ્યો કે મેં પ્રથમ જે તર્ક કર્યો હતો, તે બરાબર મળતે આવે છે, આ યુવાન સ્ત્રીને કેશપાશ શેઠે પિતાની મેળે બાંધે, તે તેના પત્નીપનું પ્રથમ ચિન્હ સૂચવે છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હોતું નથી, માટે હવે એ બાળાને વ્યાધિની જેમ મૂળમાંથી જ ઉછેદ કર. આ નિશ્ચય કરી એ દુરા શા ડાકણની જેમ તેવા વખતની રાહ જોવા લાગી. શેઠ ક્ષણવાર વિશ્રામ કરીને ફરીથી બહાર ગયા એટલે મૂલાએ એક નાપિતને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું, પછી તેના પગમાં બેડી નાંખી કોધરૂ૫ રાક્ષસને વશ થયેલી મૂલાએ લતાને હાથિણીની જેમ ચંદનાને ઘણું તાડન કર્યું. પછી ઘરના એક દૂરના વિભાગ (ઓરડા) માં ચંદનાને પૂરી કમાડ બંધ કરીને મૂલાએ પિતાના પરિવારને કહ્યું કે, શ્રેષ્ટિ આ વિષે કાંઈ પૂછે તે કોઈએ કોઈ પણું કહેવું નહીં, તે છતાં જે કહેશે તે મારા કપરૂપ અગ્નિમાં આતિરૂપ થશે.” આવી રીતે નિયંત્રણ કરી મૂલા પિતાને પિયર જતી રહી. સાયંકાળે શેઠે આવીને પૂછયું કે, “ચંદના ક્યાં છે?” એટલે મૂલાના ભયથી કેઈએ ઉત્તર આપ્યો નહીં. શેઠે વિચાર્યું કે, “મારી વત્સા ચંદના કાંઈ રમતી હશે અથવા ઘરની ઉપર હશે.” એવી રીતે પાછું રાત્રે પૂછયું, પણ કેઈએ કાંઈ કહ્યું નહીં, એટલે સરલ બુદ્ધિવાળા શેઠે ધાર્યું કે, “ચંદના સુઈ ગઈ હશે.” એવી રીતે બીજે દિવસે પણ જોઈ નહીં, તેમ જ ત્રીજે દિવસે પણ જોઈ નહી, એટલે શંકા અને કેપથી આકુળવ્યાકુળ થયેલા શેઠે પરિજનને પૂછયું, “અરે સેવકો ! કહો, મારી પુત્રી ચંદના ક્યાં છે ? જે તમે જાણતાં છતાં નહીં કહે, તે હું તમારે સર્વને નિગ્રહ કરીશ.” આ સાંભળી કઈ વૃદ્ધ દાસીએ ચિંતવ્યું કે, “હું ઘણા વર્ષ સુધી જીવી છું, હવે મારું મૃત્યુ પણ નજીક છે, માટે કદિ જે હું ચંદનાનું વૃત્તાંત કહીશ તે મૂલા મને શું કરી શકશે.” આવો વિચાર કરીને તેણે મૂલા અને ચંદનાની બધી
૧ સેવક વિગેરેને.