________________
પર્વ ૧૦ મું
(૭૧
બોલ્યા કે, તે ઈદ્રિઓથી ગ્રહણ થતું નથી.” આવા પ્રશ્નોત્તરથી તે બ્રાહ્મણે પ્રભુને તત્ત્વવેત્તા જાણી ભક્તિથી પ્રભુની પૂજા કરી અને પ્રભુએ પણ તેને ભવ્ય જાણીને પ્રતિબોધ કર્યો. તે ચોમાસું વીત્યા પછી પ્રભુ જાંભક ગામે આવ્યા. ત્યાં ઈદ્ર નાવિધિ બતાવીને બોલ્યા કે, “હે જગદ્દગુરૂહવે થોડા દિવસ પછી આપને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇદ્ર સ્વર્ગે ગયા અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેઢક ગામે આવ્યા. ત્યાં અમરેદ્ર આવી પ્રભુને વંદન કરી, અને સુખવિહાર પૂછીને પોતાને સ્થાનકે ગયે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પગમાનિ ગામે ગયા, ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનપરાયણ થઈને ગામની બહાર રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યા પાળકના કાનમાં તપાવેલું સીસ રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદય આવ્યું. તે શવ્યાપાળકનો જીવ અહીં ગોવાળ થયે હતો. તે પ્રભુની પાસે બળદોને મૂકીને ગાયે દેવા માટે ગયે. તે બળદ વેચ્છાએ ચરતા ચરતા કઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. ક્ષણવારે ગોવાળ પાછો આવ્યું. ત્યાં બળદને જોયા નહીં. એટલે તેણે પ્રભુને કહ્યું કે, “અરે અધમ દેવાર્ય ! મારા બળદે ક્યાં ગયા ? તું કેમ બોલતે નથી? શું મારાં વચન સાંભળતું નથી ? આ તારા કાનના છિદ્ર શું ફેગટનાજ છે? આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહીં, ત્યારે તેણે અતિ ક્રોધ ધરી પ્રભુના બંને કર્ણરઘમાં કાગડાની સળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ છે. જાણે તે અખંડ એકજ શળી હોય તેમ દેખાવા લાગી. પછી આ બે ખીલાને કેઈ કાઢી શકે નહીં, એવું ધારીને તે દુષ્ટ ગોવાળ તેને બહાર દેખાતે ભાગ ભેદીને ચાલ્યા ગયે. માયા અને મિથ્યાત્વરૂપ શલ્ય જેના નાશ પામ્યા છે એવા પ્રભુ કાનમાં નાખેલા શલ્યવડે શુભ ધ્યાનથી જરા પણ કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં પારણાને માટે પ્રભુ સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત કર્યા ત્યાં તે સિદ્ધાર્થને એક ખરક નામે પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ આવેલ બેઠે હતો, તે સૂક્ષ્મ બદ્રિવાન હોવાથી પ્રભને જોઈ વિચાર કરીને બોલ્યો કે, “અહો આ ભગવતની મત્તિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા ગ્લાનિભૂત જણાય છે તેથી શલ્યવતી હોય તેમ લાગે છે.” સિદ્ધાર્થે સંભ્રમથી કહ્યું, ‘એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?” પછી તે વૈદ્ય પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી તે બંને કાનમાં ખીલા નાખેલા જોયા, એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થ છે કે, “અરે! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે. પરંતુ હે મહામતિ મિત્ર ! તે પાપીની વાર્તા કરવાની કોઈ જરૂર નથી, હવે તે પ્રભુના શરીરમાંથી શલ્યને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર. આ શલ્ય તો પ્રભુના કાનમાં છે, પણ પીડા મને ઘણું થાય છે, તેથી આ વિષે હું જરા પણ વિલંબ સહન કરી શકતો નથી, મારું સર્વસ્વ ભલે નાશ પામે પણ જો આ જગત્પતિના કાનમાંથી કોઈ પણ રીતે શલ્યને ઉદ્ધાર થાય તો આપણે બંનેને આ ભવસાગરમાંથી ઉદ્ધાર થયે એમ હું માનું છું.” વૈદ બે -“આ પ્રભુ છે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવામાં સમર્થ છે, પણ કમને ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરી છે, તેવા આ પ્રભુ કે જે પિતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેની મારાથી શી રીતે ચિકીત્સા થાય? કેમકે તેઓ કર્મની નિર્જરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.” સિદ્ધાર્થ બોલે મિત્ર ! આવી વચનની યુક્તિ આ વખત શા માટે કરે છે? આ વાત કરવાનો સમય નથી, માટે સત્વર આ ભગવંતની ચિકીત્સા કર. તેઓ બંને આ પ્રમાણે વાત કરે છે તેવામાં