________________
પૂર્વ ૧૦ સુ
૬૫
પતિ એવા તમે મને નાથપણે પ્રાપ્ત થયા, તેથી મને બધું પ્રાપ્ત થયુ છે.” આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કહી પ્રભુને નમીને ચમરેંદ્ર ચમચા નગરીમાં આવ્યેા. ત્યાં પેાતાના સિંહાસનપર બેસી, લજજાથી નીચુ' મુખ કરીને તે પોતાને સ્વાગત પૂછવા આવેલા સામાનિક દેવતા પ્રત્યે ખેલ્યા કે, હે દેવા ! તમે મધ્યસ્થપણે જેવા શકેદ્રને કહ્યો હતો તેવાજ તે છે, પણ મે' તે વખતે અજ્ઞાનથી તે કાંઇ જાણ્યું નહીં. પ્રથમ સિંહની ગુહામાં શિયાળ જાય તેમ હું તેની સભામાં ગયા. ત્યાં તેના આભિયાગિક દેવાએ કૌતુક જોવાની ઇચ્છાથી મારી ઉપેક્ષા કરીને જવા દીધા. પણ ઈન્દ્રે મારી ઉપર વ છેડયું. તેથી ભય પામીને મહા કબ્જે હુ સુરાસુરાએ નમેલા શ્રી વીરપ્રભુના ચરણને શરણે ગયા. શ્રી વીરપ્રભુને શરણે જવાથી ઇન્દ્રે મને જીવતો છેાડી દીધા, એટલે હુ· અહીં આવ્યો છુ'; હવે તમે સૌ ચાલા, આપણે શ્રી વીરપ્રભુ પાસે જઇ ને વાંદીએ.” આ પ્રમાણે ચમરેદ્ર પેાતાના સ પરિવાર સાથે પ્રભુની પાસે આન્યા અને પ્રભુને નમી સંગીત કરીને પછી પોતાની નગરી પ્રત્યે ગયા.
પ્રાત:કાળે પ્રભુ એક રાત્રિની પ્રતિમા પારીને અનુક્રમે વિહાર કરતા ભાગપુર નામના નગરે આવ્યા. ત્યાં માહેદ્ર નામે કોઈ ક્ષત્રિય હતા, તે દુર્મતિ પ્રભુને જોઈ એક ખજુરીની યષ્ટિ લઈને પ્રભુને પ્રહાર કરવા દોડયા. તે વખતે સનત્કુમારેંદ્ર કે જે ઘણો વખત થયા પ્રભુના દર્શન કરવાને ઉત્કંઠિત હતા, તે પ્રભુને વાંઢવાને ત્યાં આવ્યા, એટલે તે શાને ઉપદ્રવ કરતા તેમણે જોયા. તેથી તે ક્ષત્રિયના તિરસ્કાર કરી ઇદ્રે પ્રભુને વંદના કરી, અને ભક્તિપૂર્વક સુખવિહાર પૂછીને પેાતાને સ્થાને ગયા. ભગવંત પણ ત્યાંથી વિહાર કરી નંદી– ગ્રામે આવ્યા. ત્યાં નદી નામે ભગવંતના પિતાના મિત્ર હતો, તેણે ભક્તિથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગેાવાળ વાળની દોરી લઈને પ્રભુને મારવા દોડયા. ત્યાં કુર્માર્ં ગામની જેમ ઇંદ્ર આવી તે ગેાપને વાર્યાં અને પ્રભુને ભક્તિથી વંદના કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંખી નગરીએ આવ્યા.
કૌશાંખીમાં શત્રુઓના સૈન્યને ભયકર શતાનિક નામે રાજા હતો. તેને ચેક રાજાની પુત્રી મૃગાવતી નામે રાણી હતી, તે સદા તી કરના ચરણુની પૂજામાં એકનિષ્ઠાવાળી પરમ શ્રાવિકા હતી. શતાનિક રાજાને સુગુપ્ત નામે મંત્રી હતો, તેને નંદા નામે સ્ત્રી હતી, તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તે નગરમાં ધનાવહુ નામે એક શેઠ રહેતો હતો, તે ઘણા ધનાઢય હતો. તેને ગૃહકમ માં કુશળ મૂલા નામે પત્ની હતી. અહીં, વીર પ્રભુ આવ્યા તે વખતે પોષ માસની કૃષ્ણે પ્રતિપદા હતી. પ્રભુએ તે દિવસે આ પ્રમાણેના બહુ જ અશકય અભિગ્રહ ધારણ કર્યા કે, ‘કોઇ સતી અને સુંદર રાજકુમારી દાસીપણાને પામેલી હાય, પગમાં લેાહમય ખેડી નાખેલી હાય, માથુ. મુ ડેવું હોય, ભૂખી હોય, રૂદન કરતી એક પગ દેહલી (ઉ*અર) ઉપર અને બીજો બહાર રાખીને બેઠી હોય અને સવ ભિક્ષુકો તેના ઘરે આવીને ગયેલા હોય, તેવી સ્ત્રી સૂપડાને એક ખૂણે રહેલા કુલ્માષ (અડદ) જો મને વહેારાવે, તો ચિરકાળે પણ હું પારણું કરીશ, તે સિવાય કરીશ નહી.' આવે અભિગ્રહ લઈને પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ઉચ્ચ નીચ ગૃšામાં ગેચરી માટે ફરવા લાગ્યા, પરંતુ પ્રભુને ઉપર પ્રમાણે અભિગ્રહ ાવાને લીધે કાઈ (ભક્ષા આપે તે પ્રભુ લેતા નહીં, તેથી નગરજને પ્રતિદિન શૈાચ કરતા અને પાતાની નિંદા કરતા હતા, એ પ્રમાણે અશકય અભિગ્રહ હોવાને લીધે ભિક્ષા લીધા વગર ખાવીશ પરીષહને સહન કરતા પ્રભુએ ચાર પહેારની જેમ ચાર માસ નિ^મન કર્યા. એક વખત પ્રભુ સુગુપ્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયા, ત્યાં તેની સ્રો નંદાએ પ્રભુને દૂરથી જોયા, એટલે આ મહાવીર અહુ 'ત સાથે ભાગ્યે
•