________________
વ ૧૦ મુ`
તેના એક પગ વિષ્ટામાં પડયા, પણ કામમાં મેહ પામી ગયેલા તેણે કાંઇ જાણ્યું નહીં. એ વખતે તેને પ્રતિબધ કરવાને માટે તેની કુળદેવતાએ માગ માં એક ગાય અને વાછડ વિકુર્યાં, તે વાડાને જોઇને પોતાના પગ તેની સાથે તે ઘસવા લાગ્યા, તેવામાં તે વત્સ મનુષ્યવાણીએ ગાયને કહેવા લાગ્યા-માતા ! જુઓ આ કોઇ પુરૂષ ધરહિત નિ ચપણે પેાતાના વિષ્ટા ભરેલા પગને મારી સાથે ઘસે છે.'તે સાંભળી ગાય એલી-વત્સ ! ખેદ કર નહી', તેનુ' એ અપકૃત્ય કાંઈ વિશેષ નથી; કેમકે કામદેવના ગધેડા થઇને એ પાતાની માતા સાથે વિલાસ કરવાને ત્વરાથી જાય છે.’ તે સાંભળી તેણે ચિંતવ્યું કે, આ ગાય મનુષ્યવાણીથી આમ કેમ બેલે છે ? માટે હું તે વેશ્યાની તજવીજ તે કરૂ'.' આવા વિચાર કરી તે વેશ્યાને ઘેર આવ્યા. વેશ્યાએ અશ્રુત્યાન વિગેરે કરવા વડે તેના સત્કાર કર્યાં; પરંતુ પેલી ગાયની વાણીથી શંકા આવેલી હોવાથી તે પુરૂષના ચિત્તમાં કામવ્યાપારના રાધ થઇ ગયા હતા, એટલે તેણે ક્ષગુવાર રહીને તે વેશ્યાને કહ્યું કે-ભદ્રે ! તમારી જે પર'પરા હાય તે કહેા.’ તેનુ' એ વચન જાણે સાંભળ્યું જ ન હોય તેમ કરીને એ વેશ્યા તેને અનેક પ્રકારના હાવભાવ ખતાવવા લાગી. “ વેશ્યાઓનું પ્રથમ કામશાસન એજ છે.” ફરીથી તે ઓલ્યા કે–“જો તમે તમારી હકીકત કહેશે। તે હું તમને ખમણું દ્રવ્ય આપીશ, માટે ખરેખરી હકીકત કહે, તમને તમારા માતાપિતાના સેગન છે. ” આવી રીતે
જ્યારે તેણે વારંવાર કહ્યું, ત્યારે તેણીએ જે યથાર્થ હતું, તે કહી સંભળાવ્યુ. તે સાંભળી શંકા પામીને તે ત્યાંથી ઉઠી ગયા અને તત્કાળ પેાતાને ગામ ગયા. ત્યાં જને તેણે પેલા કણબી માતાપિતાને પૂછ્યું કે, ‘હું તમારા અંગ જ પુત્ર શ્રું કે ખરીદ કરેલા છું? અથવા કોઇ ખીજી રીતે મળેલા પુત્ર છું ? જે યથાર્થ હાય તે કહે.’ તેઓએ કહ્યું કે, તુ અમારા અંગ જ પુત્ર છે.’ આવી રીતે અસત્ય કહેવાથી તે પીડિત થઇ રીસ ચડાવીને બહાર જવા લાગ્યા, એટલે તેઓએ જે રીતે તે પ્રાપ્ત થયા હતા તે વૃત્તાંત યથાસ્થિત કહી ખતાવ્યું. તેથી તેના જાણવામાં આવ્યુ કે, ‘વેશિકા વેશ્યા ખરેખરી મારી પોતાની માતાજ છે.' પછી તે પાછા ચ‘પાનગરીએ ગયા, અને વેશિકાની પાસે જઇને તેણે પાતાનુ' વૃત્તાંત જણાવ્યું. પોતાના પુત્રને ઓળખીને વેશિકા લજ્જાથી નીચુ' મુખ કરી રૂદન કરવા લાગી. પછી તેની કુદ્મિનીને ઘણું દ્રવ્ય આપી તેણે પોતાની માતાને ત્યાંથી છેડાવી અને પેાતાને ગામ લઈ જઈને તેને ધમ માર્ગોમાં સ્થાપિત કરી. તે વેશિકાને પુત્ર વૈશિકાયન’ એવા નામથી ઓળખાવા લાગ્યા. ત્યાં આવ્યા પછી વિષયથી ઉદ્વેગ પામીને તેણે તરત જ તાપસવ્રત ગ્રહણ કર્યું. પોતાના શાસ્ત્રના અધ્યયનમાં તત્પર અને સ્વધર્મમાં કુશળ એવા તે તાપસ ફરતા ફરતા શ્રી વીરપ્રભુના આગમન પહેલાં કૂમ ગામમાં આવ્યા હતા. તે ગામની બહાર રહી મધ્યાહ્ન સમયે ઉંચા હાથ કરી, સૂર્યમંડળ સામે ષ્ટિ રાખી, વડવૃક્ષની વડવાઇઓની જેમ લખાયમાન જટા રાખીને સ્થિર રહેતેા હતેા. સ્વભાવથીજ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને સમતાવાન એવા તે ધર્મ ધ્યાનમાં તપરપણે મધ્યાહ્ન સમયે આતાપના લેતા હતા. એ કૃપાનિધિ તાપસ સૂર્યકિરણાના તાપથી પૃથ્વીપર ખરી પડતી જીઆને વીણી વીણીને પાછી પેાતાના મસ્તક પર નાંખતા હતા.
આવા વૈશિકાયન તાપસને જોઇને ગાશાળો પ્રભુની પાસેથી ત્યાં આવ્યા. અને તેને પૂછ્યું કે, અરે તાપસ ! તુ' શું તત્ત્વ જાણે છે ? અથવા તું શુ' જુના શય્યાતર છું ? તું સ્ત્રી છું કે પુરૂષ ? એ પણ કાંઇ ખરાબર સમજાતુ' નથી.' આ પ્રમાણે તેણે કહ્યું, તે પણ એ ક્ષમાવાન્ તપસ્વી કાંઈ પણ બોલ્યા નહીં. ગેાશાળા તે વારવાર તે પ્રમાણે કહેવા લાગ્યા, કેમકે “કુતરાના પુચ્છને બહુવાર સુધી યત્રમાં રાખ્યુ` હોય તે પણ તે સરલ થતું નથી,”