________________
પર્વ ૧૦ મું
૨૩ ઔષધરૂપ તેમના અંગના સંગને યાચવા લાગી. એ પ્રમાણે દીક્ષાના દિવસથી માંડીને ચાર માસ સુધી પ્રભુએ પર્વતની જેમ સ્થિર રહીને તે સંબંધી ઉપસર્ગો સહન કર્યા.
અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા રાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં દુઈજજતક જાતિના તાપસો રહેતા હતા. તે તાપસીનો કુલપતિ પ્રભુના પિતાનો મિત્ર હતા. તે પ્રભુની પાસે આવ્યા. પૂર્વના અભ્યાસથી પ્રભુએ તેને મળવાને માટે તેની સામે હાથ પસાર્યો. કુલપતિએ ત્યાં રહેવાની પ્રાર્થના કરી, એટલે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર એકરાત્રિકી પ્રતિમાઓ ત્યાં તે રાત્રિ રહ્યા. પ્રાત:કાળે વિહાર કરવાની ઈચ્છા કરતા પ્રભુને કુલપતિએ વિજ્ઞપ્તિ કરી કે, “આ એકાંત સ્થાનમાં તમે વર્ષાકાળ નિર્ગમન કરજે.” કે પ્રભુ વીતરાગ હતા પણ તેના આગ્રહથી તેનું વચન સ્વીકારી શંખની જેમ નિરંજનપણે ત્યાંથી બીજે વિહાર કરવાને ચાલ્યા. વાયુની જેમ પ્રતિબંધ રહિત અને કમલપત્રની જેવા નિર્લેપ પ્રભુએ સર્વત્ર વિહાર કરતાં ગ્રીષ્મકાળ નિર્ગમન કર્યો. પછી પિતાના પિતાના મિત્ર પેલા કુળપતિને આપેલું વચન સંભારી ચાતુર્માસ્ય કરવાને માટે મેરાક ગામે પાછા પધાર્યા. વર્ષાઋતુમાં મેઘ ગર્જના કરી ધારાગૃહની જેમ અખંડ ધારાએ વર્ષવા લાગ્યો, અને હંસની જેમ મુસાફરે પોતપોતાને સ્થાને જવા લાગ્યા. એ સમયે પૂર્વોક્ત કુલપતિએ પ્રભુની સાથે ભત્રીજાપણાને સ્નેહ સંબંધ હૃદયમાં ચિંતવીને તૃણથી આચ્છાદિત કરેલું એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું. તેમાં વડવાઈવાળા વટવૃક્ષની જેમ જાનુપર્યત લાંબી ભુજાવાળા મનને નિયંત્રિત કરીને પ્રતિમા ધારીપણે રહ્યા. તે વખતે ભયંકર ગ્રીષ્મઋતુના માહાસ્યથી જેમાં બધા તૃણ સુકાઈ ગયા છે એવા વનમાં નવીન વર્ષાઋતુથી હજુ નવા તૃણ ઉગી નીકળ્યા નહોતા તેથી ગામની ગાય તાપસીના ઝુંપડાના તૃણને ખાવા માટે દેડવા લાગી, એટલે નિર્દય તાપસો યષ્ટિએવડે ગાયને મારવા લાગ્યા. તેઓએ જ્યારે ગાયને મારીને હાંકી કાઢી ત્યારે તે ગાયે જેમાં પ્રભુ રહેતા હતા, તે ઝુંપડીને ખાવા લાગી. “પ્રભુ સ્તંભની જેમ સ્થિર રહેતા હતા તેથી ત્યાં તેમને કોનો ભય લાગે?” તે જોઈ તાપસી પ્રભુની ઉપર ક્રોધે ભરાયા છતા અંદર અંદર બોલવા લાગ્યા કે-“જેમ અમે અમારી ઝુંપડીએનું રક્ષણ કરીએ છીએ તેમ આ મુનિ તે તેની ઝુંપડીનું રક્ષણ કરતું નથી. અહો ! આ તે આ કુલપતિને અતિથિ કેણુ છે કે જેના જોતા છતાં આ ગાય તેની ઝુંપડીને ખાઈ જાય છે. અહો ! કેવું અસ્વાર્થનિષ્ટપણું છે? શું કરીએ ! આ અતિથિ કુલપતિને આત્માની જેવો પ્રિય છે, તેના ભયથી અમે કાંઈ પણ કઠોર વચન બોલી શકતા નથી.” આવું ધારી એક વખતે તે તાપસી પ્રભુની ઉપર મનમાં ઘણો મસર લાવી કુલપતિની પાસે ગયા અને ઉપાલંભ આપીને આ પ્રમાણે બોલ્યા કે, “હે કુલપતિ ! તમે આપણુ આશ્રમમાં આવા તે કેણ મમતા રહિત મુનિને અતિથિ તરીકે લાવ્યા છે કે જેને અંદર રહેવા છતાં આ પણ તે ઝુંપડાને નાશ થઇ ગયે. તે અતિથિ એ તો અકૃતજ્ઞ, ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આળસુ છે કે, જે ગાયોથી ખવાઈ જતાં પિતાના આશ્રમનું રક્ષણ કરતું નથી. હે મુનિ ! કદિ પિતાના આત્માને મુનિ માનનાર એ અતિથિ સમતા ધારણ કરીને ગાયને હાંકતો નહીં હોય તો શું ગુરૂદેવનું અર્ચન કરનારા અમે મુનિઓ નથી ?” તાપસોના આવાં વચન સાંભળી કુલપતિ પ્રભુની પાસે આવ્યો. અને જોયું તે પાંખો આવેલા પક્ષીની જેમ તે આશ્રમ આચ્છાદન રહિત જોવામાં આવ્યું. એટલે આ તાપસી ઈર્ષ્યા વગરના અને સત્ય બોલનારા છે, એમ ચિંતવી તેણે પ્રભુને કહ્યું “હે તાત! તમે ઝુંપડાની રક્ષા કેમ ન કરી? તમારા પિતાએ યાજજીવ સર્વ આશ્રમોની રક્ષા કરી છે. દુષ્ટોને શિક્ષા કરવી,