________________
૪૮
સર્ગ ૪ થે
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પુરિમતાલ નગરે પધાર્યા. ત્યાં પૂર્વે એવું બનેલું હતું કે ત્યાં વાગુર નામે એક ધનાઢથ શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે પ્રિયા હતી. તે વંધ્યા હતી, તેથી સંતાનને માટે દેવતાઓની બાધાએ કરી કરીને થાકી ગઈ હતી. એક વખતે તે બંને શકટમુખ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓએ દેવની જેમ પુષ્પ ચુંટવા વિગેરેથી ચિરકાળ ક્રીડા કરી. ક્રિીડા કરતાં કરતાં તેઓ એક મોટા જીર્ણ મંદિર પાસે આવ્યા. કૌતુકથી બંનેએ તેમાં પ્રવેશ કર્યો. અંદર દષ્ટિને અમૃત જેવી શ્રી મલિનાથ પ્રભુની પ્રતિમા દેખીને શ્રદ્ધાપૂર્વક તેમણે વંદના કરી. પછી પ્રાર્થના કરી કે, “હે દેવ ? તમારા પ્રસાદથી જે અમારે પુત્ર કે પુત્રી થશે, તો અમે આ તમારા જીત્યને ઉદ્ધાર કરશું, અને ત્યારથી સદા તમારા ભક્ત થઈને રહેશું. આ પ્રમાણે કહીને તેઓ પોતાને ઘેર આવ્યા. ત્યાં નજીકમાં કેઈ અહંતભક્ત વ્યંતરીને નિવાસ હતું, તેના પ્રભાવથી ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. તેથી શેઠને દેવ ઉપર પ્રતીતિ આવી. ગર્ભના દિવસથી જ માંડીને તેણે મોટા હર્ષથી દુર્ગતિમાંથી પોતાના આત્માની જેમ તે દેવાલયને ઉદ્ધાર કરવાને આરંભ કર્યો. અને બુદ્ધિમાનું વાગુર શેઠ લીધેલા અભિગ્રહ પ્રમાણે દરરે જ ત્યાં જઈને તે મલિનાથની પ્રતિમાની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તેને જિનભક્ત જાણીને વિચરતા એવા સાધુ અને સાધ્વીઓ પણ તેને ઘેર આવવા માંડડ્યા અને તે પણ સદા તેમની પૂજા સત્કાર કરવા લાગ્યો. નિત્યના સાધુએના સંગથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે શેઠ શેઠાણું શ્રાવકપણું પામ્યા અને સર્વ વિધિના જાણનારા થઈ ગયા.
આ સમયે શ્રી વીરભગવંત તે પુરિમતાલ નગરના શકટમુખ નામનાજ ઉદ્યાનમાં કાઉસગ્ન કરીને રહ્યા. ત્યાં ઇશાબેંક જિનેશ્વરને વંદના કરવા આવ્યું. તેણે મલ્લિનાથ પ્રભુના બિંબને પૂજવા માટે જતા તે વાગુર શેઠને જે. એટલે ઈશાન ઈ કહ્યું કે, “અરે શેઠ! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરીને જિનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ ક્યાં જાઓ છો? આ ભગવાન શ્રી વીરસ્વામી ચરમ તીર્થકર છે, તે છદ્મસ્થપણે વિહાર કરતાં અહી પ્રતિમા ધારી થઈને રહ્યા છે.' તે સાંભળી વાગુર શેઠે મિથ્યા દુષ્કૃત દઈ ત્રણ પ્રદક્ષિણા કરી કૂર્મની જેમ શરીર સંકોચીને ભક્તિથી પ્રભુને વંદના કરી. પછી ઈશાનઈદ્ર અને વાગુર શેઠ પ્રભુને નમીને પોતાને સ્થાનકે ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉષ્ણક નામના નગર તરફ ચાલ્યા. માર્ગમાં તરતના પરણેલા અને તદ્દન વિરૂપ આકૃતિવાળા કે વરવધૂ સામા મળ્યા. તેમને જોઈને ગોશાળો બે કે-“અહો ! જુઓ તો ખરા ! આ બંનેને કેવા મોટા પેટ છે, મોટા દાંત છે, હડપચી તથા ડોક લાંબી છે, વાંસામાં ખૂંધ નીકળેલી છે અને નાકે ચીબા છે. અહો ! વિધાતાની જેડી દેવાની ખુબી પણ કેવી છે, કે જેણે વરકન્યા બંને સરખા મેળવી દીધા છે ! હું તે ધારું છું કે, તે વિધાતા પણ કૌતુકી છે. આ પ્રમાણે ગોશાળા તેમની આગળ જઈ જઈને વારંવાર કહેવા લાગ્યું, અને મશ્કરા [વિદુષક]ની જેમ વારંવાર અટ્ટહાસ કરવા લાગ્યું. તે જોઈને તે વધૂવરની સાથેના માણસે કોપાયમાન થયા. તેથી ગોશાળાને તેઓએ ચેરની જેમ મયરબંધવડે બાંધીને વાંસની જાળમાં ફેંકી દીધા. ગે શાળે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે, “હે સ્વામી! મને બાંધે છે, તે છતાં તમે મારી ઉપેક્ષા કેમ કરે છે ? તમે અન્ય જનની ઉપર પણ કૃપાળુ છો, તે શું પિતાના સેવક ઉપર કૃપાળુ નથી?” સિદ્ધાર્થે કહ્યું કે, “વાનરની જેમ ચપળતા કરનારા એવા તારે તારા પિતાના દુશ્ચરિત્રથી હંમેશા વિપત્તિ તો સિદ્ધ થઈ ચુકી છે. પ્રભુ થોડે દૂર જઈને તેની રાહ જોતા ઊભા રહ્યા.