________________
સગ ૩ જે
થયો કે, “હાલ પ્રભુ ક્યાં હશે ?” અવધિજ્ઞાને જોતાં તે લુહારને ઘણુ મારવા ઉદ્યત થયેલ જાણી ઈંદ્ર તત્કાળ ત્યાં આવ્યા અને પોતાની શક્તિથી તે ઘણ તેના જ માથા ઉપર પડાવે, તેથી માંડ માંડ રેગમુક્ત થયાં છતાં પણ ઘણના પ્રહારથી તે લુહાર યમદ્વારમાં પહોંચી ગયે. ઈદ્ર પ્રભુને નમી સૌધર્મ ક૯૫માં ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પ્રામક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બિભેલક નામના ઉદ્યાનમાં આવેલા બિભેલક નામના યક્ષના મંદિરમાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. તે યક્ષને પૂર્વ ભવે સમકિત ફરસેલું હતું, તેથી તેણે અનુરાગ ધરીને દિવ્ય પુષ્પ અને વિલેપનાદિકથી પ્રભુની પૂજા કરી.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા. ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા, તે વખતે માઘ માસ વર્તતો હતો. ત્યાં કટપૂતના નામે એક વાણવ્યંતરી દેવી હતી, તે પ્રભુના ત્રિપૃષ્ણના જન્મમાં પ્રભુની વિજયવતી નામે પત્ની હતી. તે ભવમાં તેને સારી રીતે માન ન મળવાથી રોષવતી થઈને મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી હતી. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્ય તરી થઈ હતી. પૂર્વના વૈરથી અને પ્રભુના તેજને સહન ન કરી શકવાથી તેણે પ્રભુની પાસે આવીને તાપસીનું રૂપ વિકુવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલ્કલના વસ્ત્ર પહેરી, હિમ જેવા શીતળ જળમાં શરીરને બળીને પ્રભુની ઉપર ઉંચે ઉભી રહી પછી પવન વિસ્તારીને સીસેળીઆની જેમ શરીરપરથી જળના અતિ દુઃસહ શીતળ બિંદુઓ પ્રભુની ઉપર ઉંચે પડવા લાગ્યા. જટાના અગ્ર ભાગથી અને વલ્કલમાંથી પડતા જળબિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજે કઈ પુરુષ તે ઠેકાણે હેત તે શીતથી ઠરીને ફાટી જાત, અર્થાત્ પ્રાણ જતા રહેત. આ પ્રમાણે આખી રાત્રિ શીતે પસર્ગને સહન કરતાં પ્રભુનું અત્યંત કર્મોને ખપાવે તેવું ધર્મધ્યાન વિશેષે દીપી નીકળ્યું, અને અનુત્તર વિમાનમાં રહેલા દેવું હોય તેવું સર્વ લેકને અવલોકન કરાવનારૂં વિશેષ પ્રકારનું ૧ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી વિરપ્રભુને દેવભવમાં પણ જ્યારે જ્યારે સહજ અવધિજ્ઞાન પ્રાપ્ત થતું ત્યારે તેઓ એકાદશાંગી સૂત્રાર્થને ધારણ કરનારા થતા હતા. અહીં રાત્રિ વ્યતીત થઈ એટલે કટપૂતના શાંત થઈ ગઈ. પછી તે ઘણે પશ્ચાત્તાપ કરીને ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી પિતાને સ્થાનકે ગઈ.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું છઠ્ઠ માસું કરવાને માટે પ્રભુ તપને આચરતા સ્થિતિ કરીને રહ્યા. ત્યાં છ માસે ગોશાળ આવીને મળે. પૂર્વની જેમ પ્રભુની સેવા કરતે તે સાથે રહ્યા. પ્રભુએ વિવિધ અભિગ્રહપૂર્વક ત્યાં ચાર માસક્ષપણ કર્યા. પછી વર્ષાકાળ નિગમન કરી નગરીની બહાર પારણું કર્યું.
9898353
(18888888888888888888888888 898045388
॥ इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर प्रथम षड़ वर्ष विहार
___ वर्णनो नाम तृतीय सर्गः ॥ 88888401 31228238888 88888 89 9283812