________________
ગગ ૩ જે
આર્ય દેશની સન્મુખ ચાલ્યા. અનુક્રમે પૂર્ણકળશ નામના ગામની નજીક જતાં તે લાટ દેશની ભૂમિમાં પ્રવેશ કરવાને ઈરછતા બે ચોરોએ પ્રભુને સામા આવતા જોયા. એટલે “આ અપશુકન થયા.” એવું ધારી તેઓ પ્રભુને મારવાની ઈચ્છાથી કર્ણિકા ઉપાડીને આવતા પ્રેતની જેમ ખડ્રગ ઉગામીને પ્રભુની સામે દેડડ્યા, આ સમયે દેવલેકમાં બેઠેલા ઇંદ્રને ચિંતવન થયું કે, હાલ વીરપ્રભુ ક્યાં હશે ?” અવધિજ્ઞાને જોતાં તેણે પ્રભુને તથા તેમને મારવાને તૈયાર થયેલા તે બંને ચારોને તત્રસ્થ જોયા. તત્કાળ સિંહ જેમ હાથીને મારી શકે તેવા પંજાથી બે હરિને મારે તેમ ઈ મેટા પર્વતને તોડી શકે તેવા પરાક્રમી વજવડે તે બંને ચિરને મારી નાંખ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્દિલપુરે આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચોમાસી ત૫) કરીને પાંચમું ચાતુર્માસ્ય રહ્યા. તપનું પારણું કરી ત્યાંથી વિહાર કરતાં અનુક્રમે પ્રભુ કદલી સમાગમ નામના ગામ પાસે આવ્યા. ત્યાંના લોકો યાચકોને અને આપતા હતા, તે જોઈ ગોશાળે પ્રભુને કહ્યું કે, “સ્વામી ! અહીં ભજન કરે.” સિદ્ધાર્થે કહ્યું કે, અમારે આજે ઉપવાસ છે.” “ત્યારે હું એકલે જમીશ” એમ કહી તે ત્યાં ગયો. ગશાળે ત્યાં જમવા બેઠે, પણ પિશાચની જેમ તૃપ્ત થયે નહીં, એટલે ગામના લોકોએ સર્વ અનથી ભરેલો એક થાળ તેને અર્પણ કરી દીધે. ગોશાળે તેમાંનું બધું અન ખાઈ શક્યા નહીં, કંઠ સુધી આહાર કર્યો, તેથી પાણી પીવામાં પણ મંદ થઈ ગયે, એટલે તે લોકોએ “અરે ! તું તારી આહાર કરવાની શક્તિને પણ જાણતા નથી, તેથી તું શું મૂર્તિમાનું દુષ્કાળ છું?” એમ કહી તે થાળ તેના મસ્તક પર ફેંક્યો. પછી તૃપ્તિથી પેટને પંપાળ પંપાળતે ગે શાળા ત્યાંથી ચાલ્યા ગયે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ જંબૂખંડ નામના ગામે ગયા. પ્રભુ કાસગે રહ્યા. ગશાળ સદાવ્રતનું ભોજન મેળવવાની ઈચ્છાથી પૂર્વવત્ તે ગામમાં ગયે. પૂર્વની જેમ ત્યાં પણ તેને ભજન અને તિરસ્કાર બંને મળ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ તુબા નામના ગામ સમીપે આવ્યા. પ્રભુ બહા૨ પ્રતિમા ધરીને રહ્યા અને ગોશાળા ગામમાં ગયો. તે ગામમાં બહુકૃત અને અનેક શિષ્યોના પરિવારથી પરવરેલા શ્રી પાર્શ્વનાથના શિષ્ય વૃદ્ધ નંદીષેણુથાર્થ આવ્યા હતા, તેઓ ગચ્છની બધી ચિંતા છોડી દઈને જિનકલપના પ્રતિકનેર કરતા હતા, તેમને જોઈ ગોશાળે મુનિચંદ્રાચાર્યની જેમ તેમનું હાસ્ય કરીને પ્રભુની પાસે આવ્યું. તે મહર્ષિ નંદીણ રાત્રે તે ગામના કેઈ ચોકમાં ધર્મધ્યાન કરવા માટે કાત્સર્ગ ધરીને સ્તંભની જેમ સ્થિર રહ્યા. ચેકો કરવા નીકળેલા ગ્રામરક્ષકેએ તેમને ચારની ભ્રાંતિથી મારી નાંખ્યા. તેઓ સદ્ય અવધિજ્ઞાન મેળવી મૃત્યુ પામીને દેવલેકે ગયા. દેવતાઓએ તેમને મહિમા કર્યો, તે જોઈ ગોશાળે ત્યાં આવી તેમના શિષ્યોને પૂર્વવત્ તિરસ્કાર કર્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૂપિકા નામના ગામ પાસે આવ્યા. ત્યાં આ રક્ષક કે એ પ્રચ્છન્ન ચરપણાની ભ્રાંતિથી ગોશાળ સહિત પ્રભુને હેરાન કર્યા, તે વખત “નિરપરાધી એવા કેઈ રૂપવાન, શાંત અને યુવાન દેવાર્યને ગુપ્ત ચરની ભ્રાંતિથી આરક્ષકે મારે છે.” એવે વાર્તાલાપ લોકમાં ફેલાય. તે વાર્તાલાપ શ્રી પાર્શ્વનાથની પ્રગભા અને વિયા નામે બે શિષ્યા ચારિત્ર છોડીને નિર્વાહ માટે પરિવારિકા થઈને તે ગામમાં રહેતી હતી, ૧. સદાવ્રત હતું. ૨ જિનકલ્પની તુલના. -