________________
પર્વ ૧૦ મું “આ બીચારા બળકુટકને મારવો તે કાંઈ ઠીક નહીં, તેના સ્વામીને જ મારે, કારણ કે તે તેને નિષેધ કેમ કરતો નથી. સેવકે અપરાધ કરે તો તેના સ્વામીને દંડ કરે, એવી મર્યાદા છે.” પછી અપરાધ છતાં ધાનની જેમ શાળાને છેડી દઈને તે દુર્બદ્ધિઓ દંડ ઉગામતા વીરપ્રભુની પાસે આવ્યા. તેવામાં ત્યાં રહેલો અહંતને ભક્ત કઈ વ્યંતર ક્રોધથી બળદેવની પ્રતિમામાં અધિણિત થયે; તેથી જાણે પ્રત્યક્ષ બળદેવ હોય તેમ તે બળદેવની પ્રતિમા હળ લઈને તેમની સામે મારવા આવી. તે જોઈને આશંકા અને વિસ્મય પામી સર્વ ગ્રામ્યજનો પ્રભુના ચરણકમળમાં પડી ખમાવવા લાગ્યા અને પિતાને નિંદવા લાગ્યા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચોરાક ગામે આવ્યા, અને કોઈ એકાંત સ્થળે પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળે કહ્યું કે, “સ્વામી ! ગોચરી જવું છે કે નહીં?” સિદ્ધાર્થે કહ્યું, “આજે અમારે ઉપવાસ છે.” પછી ક્ષુધાતુર થયેલે ગે શાળે એકલો ઉત્સુકપણે ભિક્ષાને માટે ગામમાં ગયે. ત્યાં કોઈક ઠેકાણે ગોઠને માટે રાઈ થતી તેણે દીઠી; એટલે “ભિક્ષાનો સમય થયો છે કે નહિ?” તેને નિર્ણય કરવા ગશાળે સંતાઈ સંતાઈને જેવા લાગ્યો. તે વખતે તે ગામમાં ચે૨ લોકોનો મોટે ભય હતો, તેથી “આ સંતાઈને જુએ છે, માટે તે ચોર છે અથવા ચારનો મોકલેલે ચર પુરુષ છે.” એમ તર્ક કરીને ગામના લોકોએ શાળાને કુટી નાંખે. ગશાળે ક્રોધાયમાન થઈને શાપ આપ્યો કે, “જે મારા ધર્મગુરૂનું તપતેજ હોય તે આ લોકોને ગોષ્ટિમંડપ બળી જાઓ.” એટલે ભગવંતના ભક્ત વ્યંતરેએ તે મંડપને બાળી નાખ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કલંબુક નામના ગામે ગયા. તે ગામમાં મેઘ અને કાળહસ્તી નામે બે શૈલપાળક ભાઈઓ રહેતા હતા. તે વખતે કાળહસ્તી સૈન્ય લઈને ચેની પછવાડે જતું હતું. તેણે માર્ગમાં ગોશાળા સહિત વીરપ્રભુને આવતા જોયા, એટલે તેની ઉપર ચોરની શંકા કરી. “તેવા લોકોની એવીજ બુદ્ધિ હોય છે.” કાળહસ્તીએ પૂછ્યું કે, “તમે કેણ છે?” પરંતુ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. ગોશાળા પણ ગમતની ખાતર વાનરની જેમ મૌન ધરી રહ્યો. પછી તેણે ગોશાળાને અને પ્રભુને બાંધીને પિતાના ભાઈ મેઘને સેપ્યા. તે મેઘ સિદ્ધાર્થ રાજાને સેવક હતું અને તેણે પ્રથમ પ્રભુને જોયા હતા, તેથી પ્રભુને ઓળખ્યા, એટલે પ્રભુને તેણે ખમાવીને મૂકી દીધા. પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે, “હજુ મારે ઘણું કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી તરત ખપાવાય તેમ નથી. કારણ કે સૈનિકે સિવાય શત્રુઓનો માટે સમૂહ જીતી શકાતો નથી. આ આયે દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરૂ?” આવો વિચાર કરીને મોટા ઘર સાગરમાં જલજંતુ પ્રવેશ કરે તેમ પ્રભુ લાટ દેશમાં ગયા, જે દેશમાં પ્રાયઃ બધા ક્રૂર સ્વભાવી મનુષ્યજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને કઈ “મુંડ મુંડે' એમ કહીને મારવા લાગ્યા, કેઈ સ્પર્શ ધારીને પકડવા લાગ્યા, કેઈ ચોર ધારીને એમને બાંધવા લાગ્યા, કેઈ કૌતુકથી પ્રભુની ઉપર ભસતા શ્વાનને મૂકવા લાગ્યા અને બીજાઓ પોતાની મરજી પ્રમાણે બીજી અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. પરંતુ જેમ રેગી અતિ ઉગ્ર ઔષધેથી રોગને નિગ્રહ થત જાણ હર્ષ પામે, તેમ પ્રભુ આવા ઉપસર્ગોથી કર્મ ખપતાં જાણીને અતિ હર્ષ પામતા હતા. વનમાંથી પકડી લાવેલા હાથીની જેમ ગોશાળે પણ ત્યાં બંધન અને તાડન વિગેરેની અનેક વેદનાએ સહન કરી. પ્રભુ ત્યાં કર્મની ઘણી નિજ રા કરીને જાણે કૃતાર્થ થયા હોય તેમ ૧ અહીં સહાયક ઉપદ્રવાદિકના કરનારને ગણ્યા છે. ૨ આર્ય રાજાના ગુપ્ત ચર.