________________
પર્વ ૧૦ મું ગ્રામલેકએ વિચાર્યું કે, “આપણે કોઈ દેવ, દૈત્ય, યક્ષ કે ક્ષેત્રપાળને કપાળે છે, માટે પાછા તે જ ગામમાં જઈએ અને તેને પ્રસન્ન કરવાના ઉપાય લઈએ.” આ પ્રમાણે વિચારી તેઓ એકઠા થઈને અહીં પાછા આવ્યા. પછી તેઓ સ્નાન કરી, વેત વસ્ત્ર પહેરી, ઉત્તરાસંગ ધરી છુટા કેશ મૂકી, ચત્વર ત્રિક વિગેરેમાં, ઉદ્યાનની ભૂમિમાં તથા ભૂતગૃહોમાં તેમ જ બીજે સર્વ સ્થાનકે બળિ ઉડાડતા દીન વદને મુખ ઉંચા રાખી અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે-“હે દેવતાઓ, અસુરો, યક્ષો, રાક્ષસે અને કિન્નરે ! અમાએ પ્રમાદથી જે કાંઈ તમારે અપરાધ કર્યો હોય તે સર્વથા ક્ષમા કરજે. મહાન પુરૂષને કેપ કદિ મોટો હોય તો પણ તે પ્રણામ સુધી જ રહે છે, માટે જે કંઈ અમારાથી વિરાધિત થયેલ હોય તે પ્રસન્ન થાઓ.” આવી ગામના લોકેની દીનવાણી સાંભળી તે તર આકાશમાં રહીને બે કે-“અરે ! લુબ્ધકની જેવા દુરાશયવાળા લો કે ! તમે હવે મને ખમાવવા આવે છે, પણ તે વખતે પેલા સુધા તૃષાથી પીડિત એવા વૃષભને માટે વણિકે જે ઘાસચારાનું ધન આપ્યું હતું તે વડે પણ તમે તેને ઘાસ કે પાણું કાંઈ આપ્યું નહોતું તે વૃષભ મૃત્યુ પામીને હું આ શૂલપાણિ નામે યક્ષ થયો છું. તે બૈરથી હું તમને મારી નાખવાનો છું. માટે તે વાત સંભારે !' આવાં વચન સાંભળી તેઓ પુનઃ ધૂપાદિક કરી પૃથ્વી પર આલોટી દીન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા...હે દેવ ! અમે તમારે અપરાધ કર્યો છે, તથાપિ હવે ક્ષમા કરે. બીજા કેઈન પણ શરણ વગરના અમે તમારે શરણે આવ્યા છીએ.” તેમનાં આવાં વચન સાંભળી તે વ્યંતર જરા શાંત થઈને બેત્યે કે-“આ જે મનુષ્યના અસ્થિઓ પડ્યા છે તેને સંચય કરો અને તેની ઉપર એક ઉંચું મારું દેવાલય કરાવે, તેમાં વૃષભરૂપે મારી મૂર્તિ કરીને સ્થાપ. આ પ્રમાણે કરવાથી હું તમને જીવિત આપીશ, અન્યથા નહી આપું.” પછી સર્વ ગ્રામલોકોએ એકઠા થઈને તે યક્ષના વચન પ્રમાણે સર્વ કર્યું. ઈદ્રશર્મા નામના એક બ્રાહ્મણને મોટો પગાર ઠરાવીને તેથલપાણિનો પૂજારી નીમ્યો. અહીં અસ્થિને સંચય છે તેથી આ ગામનું નામ છે કે વદ્ધમાન છે. તે પણ ત્યારથી લોકમાં અથિક એવે નામે પ્રખ્યાત થયું. જે કોઈ કાર્પટીક વિશ્રાંત થઈને આ સ્થાનમાં રાત્રિવાસ કરે છે, તેને તે શૂલપાણિ યમરાજની જેમ મારી નાખે છે. અહીંના લકે અને તેને પૂજારી ઈદ્રશર્મા પણ દિવસે અહીં રહી, સાયંકાલે પોતપોતાને ઘેર ચાલ્યા જાય છે, તેથી તમારે પણ અહીં રહેવું એગ્ય નથી.”
આ પ્રમાણે કહીને તે ગામના લોકોએ વીર પ્રભુને બીજું સ્થાન રહેવા માટે બતાવ્યું. પણ પ્રભુએ તે ન સ્વીકારતાં તે યક્ષના સ્થાનની જ માગણી કરી. એટલે ગામના લોકોએ આજ્ઞા આપી. બંધ કરવાને ગ્ય એવા તે વ્યંતરને જાણતા પ્રભુ તે યક્ષના સ્થાનમાં એક ખૂણે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ઈંદ્રશર્મા પૂજારીએ સાયંકાળે ધૂપ કરી બીજા મુસાફરને ત્યાંથી કાઢી મૂકી ભગવંતને પણ કહ્યું કે- હે દેવ ! તમે પણ આ સ્થાનમાંથી બહાર નીકળે, કેમકે આ વ્યંતર ફૂર હોવાથી રાત્રે તમને મૃત્યુ પમાડશે.” તથાપિ પ્રભુ મૌન ધરીને ત્યાંજ સ્થિત રહ્યા. તે વ્યંતરે વિચાર્યું કે, અહો ! આ કોઈ મરવાની ઈચ્છાએજ મારા સ્થાનમાં આવ્યા જણાય છે; કેમકે ગ્રામલોકેએ અને મારા પૂજારીએ વારંવાર વાર્યો તે પણ આ ગર્વિષ્ઠ મુનિ અહીંજ રાત્રિવાસ રહ્યો છે, તે હવે હું તેના ગર્વને હરી
૧ આ વહેં માન ગામ હાલ કાઠિવાડમાં આવેલા વઢવાણને કહે છે, ત્યાં શૂલપાણિ દેવું અને તેની પ્રતિમા પણ છે.