________________
ગર્ગ ૩ જે ચાવાલ ગામ તરફ જતા હતા, ત્યાં સુવર્ણવાળુકાના તટ ઉપર તેમનું અર્ધ દેવદૂષ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈ રહ્યું. થોડે ચાલ્યા પછી પ્રભુએ વિચાર્યું કે, “આ વસ્ત્ર અયોગ્ય સ્થડિલ ભૂમિએ ભ્રષ્ટ ન થાઓ.” એમ વિચારી જરા પાછું જેમાં પ્રભુ આગળ ચાલતા થયા.
હવે પેલે બ્રાહ્મણ જે પ્રભુની પાછળ ફરતો હતે. તે તેર માસે આ અર્ધ વસ્ત્ર લઈ પ્રભુને વાંદીને પિતાના ગામ તરફ ચાલ્યો. હર્ષિત ચિત્તે પિતાને ગામે પહોંચી તે અર્ધ વસ્ત્ર લઈને પેલા વણકરની પાસે ગયો અને તેને તે વસ્ત્ર આપ્યું. તુણનારે તેના બે ખંડને ન જણાય તેવાં સાંધી લીધા. પછી તે વેચતાં તેના એક લાખ દીનાર ઉપજ્યા. તે બંને જણાએ બંધુની જેમ અર્ધ અર્ધ વેંચી લીધા.
અહીં ભગવાન વીરપ્રભુ પવનની જેમ અખલિતપણે વિહાર કરતા તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળોના પુત્રએ કહ્યું કે, “હે દેવાર્ય ! આ માર્ગ વેતાંબીએ પાંશરે જાય છે, તેની વચમાં કનકખળ નામે તાપસોને આશ્રમ આવે છે, ત્યાં હમણાં એક ટિવિષ સર્ષ રહે છે, જેથી ત્યાં પક્ષીઓને પણ સંચાર નથી, માત્ર વાયુનેજ સંચાર છે. માટે એ સરળ માર્ગ છેડી દઈ બીજા આ વક્ર માર્ગે ચાલો, કેમકે જેનાથી કાન ત્રુટી જાય તેવું સુવર્ણનું કર્ણાભૂષણ પણ શા કામનું ? પ્રભુએ જ્ઞાનવડે તે સર્પને ઓળખ્યો.
એ સર્ષ પૂર્વ જન્મમાં તપસ્વી સાધુ હતો. એક વખતે તે પારણાને માટે ઉપાશ્રયથી બહાર ગયો. માર્ગમાં તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ. તે જોઈને તેની આલોચના કરવા માટે એક ક્ષુલ્લકે તેને દેડકી બતાવી, તે જોઈ ઉલટ તે લેકે એ મારી નાખેલી બીજી દેડકીઓ બતાવવા લાગ્યો અને બોલ્યા કે-“અરે ક્ષુલ્લક ! શું આ દેડકીઓ પણ મેં મારી નાંખી ?' તે સાંભળી ક્ષુલ્લક મૌન ધરી રહ્યા. શુદ્ધબુદ્ધિએ તેણે વિચાર્યું કે, “આ મહાનું ભાવ છે, તેથી સાયંકાળે તેની આલોચના કરશે.” પછી આવશ્યક ( પ્રતિક્રમણ) કરતાં પણ
જ્યારે તેની આલોચના કર્યા વગર તે સાધુ બેસી ગયા, ત્યારે ક્ષુલ્લકે ચિંતવ્યું કે, “એ દેડકાની વિરાધના મલી ગયા હશે, તેથી તેણે સંભારી આપ્યું કે, “આર્ય! કેમ તમે પેલી દેડકીની આલોચના કરતા નથી ?' તે સાંભળીને લપક કેધ કરી ઊભા થઈ તે ક્ષુલ્લકને મારવા દોડવા. ધાંધ થઈને ચાલતાં વચમાં એક સ્તંભ સાથે મસ્તક અફળાઈ જવાથી તે સાધુ મૃત્યુ પામી ગયા, સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યોતિષ્ક દેવતામાં ઉત્પન્ન થયા. ત્યાંથી રવી કનકખલ નામના સ્થાનમાં. પાંચસે તપસ્વીઓના કુલપતિની પત્નીથી કૌશિક નામે પુત્ર થયે. ત્યાં કૌશિકોત્રપણાને લીધે બીજા પણ કૌશિક તાપસે જ હતા. તેઓમાં આ તાપસ વિશેષ ક્રોધી હોવાથી તે ચંડકૌશિક નામે પ્રખ્યાત થયે. પૂર્વ કુલપતિ યમરાજને અતિથિ થતાં એ ચંડકૌશિક તાપસને કુલપતિ થયો. તેને પોતાના વનખંડ ઉપર ઘણી મૂછ હતી. જેથી તે રાત દિવસ ભમ્યા કરતે અને કેઈને તે વનમાંથી પુષ્પ, ફલ, મૂલ કે પત્ર લેવા દેતું નહોતું. કદિ જે કઈ તે વનમાંથી સડેલું પણ ફળ કે પત્રાદિક ગ્રહણ કરતું તે તે કુહાડે, યષ્ટિ કે ઢેખાળું લઈ તેને મારવા દોડતો હતો. ત્યાંના રહેનાર તાપને પણ ફળાદિક લેવા દેતું ન હોવાથી સીદાતા એવા બધા તાપસે, લાકડી પડતાં કાક પક્ષી ભાગી જાય તેમ દશે દિશામાં જતા રહ્યા. એક દિવસે ચંડકૌશિક તે વાટિકાસંબંધી કામને માટે બહાર ગયે, તેવામાં કેટલાએક રાજકુમાર શ્વેતાંબી નગરીથી સત્વર ત્યાં આવીને તે વનને ભાંગવા લાગ્યા. જ્યારે કૌશિક પાછો આવ્યો ત્યારે ગોપાલોએ તેને જણાવ્યું કે, “જુઓ, આ કોઈક તમારા વનને ભાંગી નાખે છે. તે સાંભળી હુતદ્રવ્યથી અગ્નિની જેમ કૌશિક ધથી પ્રજવલિત થયે. તત્કાળ અકુંઠ ધારાવાળે કુહાડોલઈને દોડ્યો.