________________
સગ ૩ જે
દેશી આવે ત્યારે તે શેઠ ઉપવાસ કરી પૌષધ વ્રત લઈને તે બળદે સાંભળે તેમ ધર્મ સંબંધી પુસ્તક વાંચતા હતા. એ પ્રમાણે હમેશાં ધર્મ સાંભળવાથી તેઓ ભદ્રિકભાવી થયા. પછી જે દિવસે શેઠ ભોજન કરે નહીં તે દિવસે તેઓ પણ ઘાસ પાણી વાપરે નહીં. તે દિવસે તેમને ઘાસ વિગેરે નીરે પણ જ્યારે તેઓ ખાય નહી ત્યારે શેઠે વિચાર્યું કે, આટલા વખત સુધી તો માત્ર દયાને લીધે આ બળદને પિષ્યા પણ હવે તો આ મારા સાધમી બંધુ છે, એવી બુદ્ધિથી મારે તેમનું પોષણ કરવું જોઈએ.' આ પ્રમાણે વિચારીને શેઠ પ્રતિદિન તેમનું વિશેષ વિશેષ બહુમાન કરવા લાગ્યા. કારણ કે પછી શેઠની બુદ્ધિમાં તે પશુ તરીકે નહોતા.
અન્યદા ભંડીરવણ નામના યક્ષને યાત્રોત્સવ આવ્યો. એટલે તે દિવસે ગામના યુવાન બાળકોએ વાહનેની વહનક્રીડા કરવા માંડી. તે ગામમાં જિનદાસને એક કૌતુકી મિત્ર હતો, તે શ્રેષ્ટિને પૂછ્યા વગર તે દિવસે તે બંને વૃષભને પિતાને વાહને જોડવા લઈ ગયે. “ જ્યાં સ્નેહ હોય છે ત્યા જુદાઈ ન હોવાથી પૂછવાની જરૂર હોતી નથી, જે તેનું હોય તે પિતાનું મનાય છે.” કુકડાનાં ઇંડાં જેવા વેત, જાણે જોડલેજ જમ્યા હોય તેમ એક સરખા, દડાની જેવા વર્તન અંગવાળા, ચામર જેવા પુછવાળા, જાણે ઉંચે ચડતા હોય તેમ ઉછળતા, અને વાયુના પુત્ર હોય તેવા વેગવાળા, તે બંને બળદને તે શેઠના મિત્રે પિતાની ગાડીમાં જોડડ્યા. તેમની સુકુમારતા જાણ્યા વગર એ નિર્દય મિત્ર લોકોને આશ્ચર્ય પમાડવાને માટે ચાબુક અને પાણીની આરથી મારી મારીને તેમને હાંકવા લાગ્યો. અનુપમ વેગવાળા તે વૃષભવડે તેણે વાહનકીડા પણ કરનારા બધા નગરજનોને એક ક્ષણમાં જીતી લીધા. આરથી પડેલા છીદ્રામાંથી નીકળતા રૂધિરવડે જેમના અંગ આદ્ધ થઈ ગયા છે અને જેઓના સાંધાઓ તુટી ગયા છે એવા વૃષોને કામ પતી જવાથી તે મિત્ર શેઠને ઘેર પાછા બાંધી આવ્યું. ભજનને અવસર થતાં શેઠ હાથમાં જવને પળે લઈ પુત્રની જેમ તે વૃષભેની પાસે આવ્યા. ત્યાં તો તે વૃષભના મુખ પહોળાં રહી ગયા હતા, નેત્રમાંથી અશ્રુ પડતા હતા, ધાસ ચડયેા હતો, અસહ્ય દુઃખી જણાતા હતા, કંપારે છુટતે હતું અને આવડે પડેલા છીદ્રોમાંથી રૂધિરની ધારાઓ નીકળતી હતી. તેમની આવી સ્થિતિ જોઈને શેઠ બોલ્યા કે, “આ બળદ કે જે મને પ્રાણથી પણ વહાલા છે, તેઓને પૂછવા વગર લઈ જઈને કયા પાપીએ આવી દશાને પમાડયાં ?” પછી પરિજને આવીને શેઠને તેમના મિત્રની વાર્તા કહી, એટલે પિતાના સહોદરને વિપત્તિ આવવાથી થાય તેમ તેમને ઘણે ખેદ થયે
એ વૃષભોને પણ અનશન કરવાની ઈચ્છા થયેલી હોવાથી તેઓએ શેઠે આપેલા ઘાસ કે પાણી જરા સુંધ્યા પણ નહીં. પણ શેઠે પૌષ્ટિક અન્નથી ભરપૂર એક થાળ લાવીને તેની પાસે મકો. તેને તેઓએ દષ્ટિથી પણ સંભવિત કર્યો નહીં. પછી તેમને ભાવ જાણીને શેઠે તેમને ચારે આહારના પચ્ચખાણ કરાવ્યા, તે તેઓએ અભિલાષાપૂર્વક સમાધિપણે ગ્રહણ કર્યા. તેમની પર દયા લાવી બીજા સર્વ કામ છોડી દઈને શેઠ પિતે તેમને નવકાર મંત્ર સંભળાવતા અને ભાવસ્થિતિને બોધ કરતા તેની પાસે જ બેસી રહ્યા. નવકાર મંત્રને સાંભળતા અને ભવસ્થિતિને ભાવતા, તેઓ સમાધિથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવપણે ઉત્પન્ન થયા. ' તે કંબલ અને સબલે અવધિજ્ઞાનથી જોયું તો સુંદષ્ટ્ર નાગકુમારે પ્રભુ ઉપર કરેલ નાવ બુડાડી દેવારૂપ ઉપદ્રવ તેમના જોવામાં આવ્યો. એટલે-“આપણે હમણું બીજુ કાંઈ