________________
૩૬
સ ૩ જો
અને વિશ્વને અભય આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર વીરપ્રભુ છે. ચાસઢ ઇંદ્રો પણ આમના સેવક છે, તેા તેની પાસે ચક્રવત્તી શા હિસાબમાં છે કે જેનાથી તું ફળની ઈચ્છા કરે છે. આ પ્રભુ વાર્ષિક દાન આપીને ભવસાગર તરવાની ઇચ્છાથી રાજય છોડી દીક્ષા લઈ ને અશ્રાંતપણે વિહાર કરે છે. શાસ્રોમાં કહેલાં લક્ષણેા ખરાખરજ છે. માટે તું જરા પણ ખેદ ન કર. હું તને ઇચ્છિત ફળ આપીશ, કેમકે આ પ્રભુનું દન નિષ્ફળ હાય જ નહી, '' આ પ્રમાણે કહી તે પુષ્પ નિમિત્તિઆને ઇચ્છિત ફળ આપી પ્રભુને નમીને ઇંદ્ર પુનઃ પેાતાને સ્થાનકે ગયા.
વીરપ્રભુ કાર્યાત્સગ પારીને ચરણન્યાસવડે પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે રાજગૃહ નગરે આવ્યા. તે નગરની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિભાગમાં કાઇ વણકરી વિશાળ શાળામાં પ્રભુ પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિમન કરવા માટે તે વણકરની પ્રભુએ રજા લીધી. પછી માસક્ષપણ કરતા તે શાળાના એક ભાગમાં પ્રભુ રહ્યા.
આ સમયમાં મખલી નામે કાઈ મખ્ય હતા. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તે બંને ચિત્રપટ લઈને પૃથ્વી પર ફરતા હતા. તે સરવણુ ગામમાં આવ્યા. ત્યાં ભદ્રાએ એક ઘણી ગાયાવાળ બ્રાહ્મણની ગેાશાળામાં પુત્રને જન્મ આપ્યા. તે ગેાશાળામાં પ્રસબ્યા, તેથી તેનુ નામ ગેાશાળ એવું પાડયું. અનુક્રમે યુવાવસ્થા પામ્યા, એટલે તેણે પેાતાના પિતાના ધા શીખી લીધા. આ ગેાશાળક સ્વભાવથી જ કલહ કરતો હતા, માતાપિતાને વશ રહેતા નહાતા, જન્મથી જ લક્ષહીન હતા અને ઉત્કટ વિચક્ષણ હતા. એક વખતે તે માતાપિતાની સાથે કલહ કરી, ચિત્રપટ લઈ ને ભિક્ષાને માટે નીકળી પડચા. ફરતો ફરતો તે રાજગૃહ નગરે આવ્યા. જે પ્રદેશ પ્રભુએ અલંકૃત કર્યા હતા, તે શાળામાં જ તે ગેાશાળા સિહની પાસે શૃગલિની જેમ એક ખુણે આવીને વસ્યા. પ્રભુ માસક્ષપણનું પારણુ કરવાની ઈચ્છાએ વિજય શ્રેષ્ઠીને ઘેર કરપાત્રવડે વહેારવા આવ્યા. શ્રેષ્ઠ બુદ્ધિવાળા વિજયશ્રેષ્ઠીએ પેાતે માટી ભક્તિથી સમ્યક્ પ્રકારની ભાજનવિધિપૂર્વક પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે આકાશમાં ‘અહા દાન’ એમ આઘાષણા કરીને દેવતાઓએ તેના ઘરે રત્નવૃષ્ટિ વગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી ગાશાળે ચિંતવ્યુ` કે, આ મુનિ કોઇ સામાન્ય નથી. કારણ તેને અન્ન આપનારના ઘરમાં પણ આવી સમૃદ્ધિ થઈ ગઈ. માટે હું તેા આ ચિત્રપટતું પાખંડ છેાડી દઇને આ મુનિને જ શિષ્ય થાઉં, કારણ કે આ ગુરૂ નિષ્ફળ નહી થાય.’
ગોશાળા આમ ચિતવતા હતા, તેવામાં તે પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયાત્સગ કરીને રહ્યા. ગશાળા પ્રભુને નમીને માલ્યા—હે ભગવન્ ! હું સુજ્ઞ છતાં પણ પ્રમાદથી તમારા જેવા મહામુનિના પ્રભાવ અદ્યાપિ જાણી શકયો નહી, પણ હવે હું તમારા શિષ્ય થઈશ. આજથી તમે એકજ મારું શરણુ છે.' આ પ્રમાણે કહીને તેણે તેમ કર્યું, તાપણ પ્રભુ તે મૌન ધરીને જ રહ્યા. ગેશાળા ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતા છતા પોતાની બુદ્ધિથી પ્રભુના શિષ્ય થઈને પ્રભુનું પડખુ` રાત દિવસ છેાડતા નહાતા. બીજે માસક્ષપણે પ્રભુ વહારવા નીકળ્યા, ત્યારે આનંદ નામના એક ગૃહસ્થે ખાદ્ય વસ્તુવડે પ્રતિલાભિત કર્યા. ત્રીજે માસક્ષપણે સુનંદ નામના ગૃહસ્થે સર્વ કામગુણ નામના આહારથી પ્રભુને પ્રતિલાભિત કર્યા. ગોશાળા પણ ભિક્ષાના અન્નથી ઉત્તરપાષણ કરી ભગવત શ્રી મહાવીર પ્રભુને અનિશ સેવવા લાગ્યા.
૧ ચિત્રકળા જાણનાર ભિક્ષાચર વિશેષ.