________________
પર્વ ૧૦ મુ
૨
.
પામતા તાળપિશાચને પિતે હણે એમ દીઠું. બીજે સ્વપ્ન ત કેકિલ અને ત્રીજે સ્વપ્ન
કરતા જોવામાં આવ્યા. ચોથે સ્વને બે સુગંધી માળા દીઠી. પાંચમે સ્વને પિતાની સેવા કરવામાં ઉદ્યત થયેલે ગવગ જોયો. છઠઠે સ્વપ્ન પડ્યોથી ભરપૂર પદ્મ સરોવર દીઠું. સાતમે સ્વપ્ન પિતે બે ભુજાથી સાગર તરી ગયા. આઠમે સ્વપ્ન કારણેને પ્રસારતું સૂર્યબિંબ જોયું. નવમે સ્વને પિતાના આંતરડાથી વીંટાએલે માનષોત્તર ગિરિ જે અને દશમે સ્વને પિતાને મેરૂગિરિના શિખર ઉપર આરૂઢ થયેલા જયા, આ પ્રમાણે દશ સ્વપ્ન જોઈ પ્રભુ જાગ્રત થયા. તેવામાં જાણે તેમને વંદન કરવાને ઈચ્છતો હોય તેમ સૂર્ય ઉદય પામ્યો. તે વખતે ગામના સર્વ લોકે, ઈદ્રશર્મા પૂજારી અને ઉ૫લ નિમિત્તિઓ ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈ સર્વ હર્ષ પામ્યા. પછી આશ્ચર્યથી પુષ્પાદિકવડે પ્રભુને પૂછ રણમાં જીત પામેલા વીરની જેમ તેઓએ માટે સિંહનાદ કર્યો. પછી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે ભાગ્ય ગેજ આ દેવાર્ય પ્રભુને દુષ્ટ વ્યંતરના ઉપદ્રવમાંથી કુશળ રહેલા દીઠા છે.”
ઉત્પલ નિમિત્તિઓએ પ્રભુને ઓળખીને વંદના કરી અને લઘુશિષ્યની જેમ તે પ્રભુના ચરણકમળ પાસે બેઠે. ભગવંતે કાયોત્સર્ગ પાર્યા પછી ઉ૫લ પ્રભુને ફરીને નમ્યો અને પિતાના જ્ઞાનના સામર્થ્યથી પ્રભુને આવેલા દશ સ્વપ્નને જાણીને તે બોલ્યો કે, “હું સ્વામી ! તમેએ રાત્રિને અંતે જે દશ સ્વને જોયા છે તેનું ફળ તમે પોતે તો જાણે છે, તથાપિ હું ભક્તિવશ થઈને કહું છું-હે નાથ! પ્રથમ સ્વપ્ન તમે જે તાલપિશાચને હ, તેથી તમે મોહને હણી નાખશે, બીજે સ્વપ્ન જે શુકલ કેકિલ છે, તેથી તમે શુકલ દેધ્યાનપર આરુઢ થશે, ત્રીજે સ્વને જે વિચિત્ર કેકિલ છે, તેથી તમે દ્વાદશાંગીને વિસ્તારશે, પાંચમે સ્વને જે ગવગ જોયો તેથી તમારે ચતુર્વિધ સંધ થશે. છઠે સ્વપ્ન જે પદ્મસરેવર જોયું તેથી દેવનો સમૂહ તમારા સેવકભૂત થશે, સાતમે સ્વને જે સમુદ્ર તરી ગયા તેથી આ ભવસમુદ્રને તરી જશે, આઠમે સ્વને જે સૂર્ય જોયો તેથી તમને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે, નવમે સ્વપ્ન જે આંતરડાથી વીંટાએલ માનુષોત્તર પર્વત જેયો તેથી તમારે પ્રતાપયુક્ત યશ વિસ્તૃત થશે અને દશમે સ્વને જે મેરૂગિરિના શિખર ઉપર ચડ્યા તેથી તમે સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ કરશે. આ પ્રમાણે નવ સ્વપ્નનું ફળ હું જાણું છું, પણ ચેથા સ્વપ્નમાં તમે જે બે માળાઓ જોઈ તેનું ફળ હ જાણતા નથી.” તે સમયે ભગવંત બોલ્યા-“એ બે માળાનુ ફળ એવું છે કે, હું ગૃહસ્થનો અને યતિને-એમ બે પ્રકારે ધર્મ કહીશ.” પછી ઉત્પલ પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયો અને બીજાએ પણ મનમાં વિસ્મય પામી પિતાપિતાને સ્થાનકે ગયા.
ત્યાં આઠ અર્ધ માસક્ષપણ કરવાવડે ચાતુર્માસ્ય નિગમન કરીને પ્રભુએ તે અસ્થિક ગામથી અન્યત્ર વિહાર કર્યો. તે વખતે શૂલપાણિ યક્ષ પ્રભુની પછવાડે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે “હે નાથ ! તમે પિતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટે જ અહીં આવ્યા હતા, પરંતુ મારા જે કઈ પાપી નહીં કે, જે તમારે વિષે આવો અપકાર કર્યો અને તમારા જે કઈ સ્વામી નહીં, કે જે તેમ છતાં પણ મારે વિષે ઉપકારી થયા. હે વિશ્વના ઉપકારી ! જે તમે અહી આવીને મને બાધ ન કર્યો હોત તો આજે મેં જરૂર નરકભૂમિ મેળવી હત.” આ પ્રમાણે કહીને તે યક્ષ ભક્તિપૂર્વક ભગવંતને પ્રણામ કરી મદરહિત હસ્તિની જેમ શાંત થઈ પાછો વન્યા.