________________
પર્વ ૧૦ મું તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગૃહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે ભેગફલકમ પણ બાકી છે અને માતાપિતા પણ માન્ય છે. આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય કર્યું.
પછી ત્રિશલાદેવી સિદ્ધાર્થ રાજાની પાસે આવ્યા અને વિવાહના સંબંધમાં પુત્રે આપેલી સંમતિ હર્ષપૂર્વક જણાવી. પવિત્ર દિવસે સિદ્ધાર્થ રાજાએ મહાવીર કુમાર અને યશોદાને વિવાહત્સવ જન્મોત્સવના જે કર્યો. ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ રાજા વધુવરને જોઈને પિતાના આત્માને ધન્ય માનતા જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા. માતાપિતાના નેત્રને ચંદ્રરૂપ પ્રભુ યશદાદેવીની સાથે વિષયસુખને આસક્તિ વગર ભોગવવા લાગ્યા. કેટલોક કાળ જતાં પ્રભુ થકી યશદાદેવીને નામ અને રૂપથી પ્રિયદર્શના નામે એક દુહિતા થઈ. મહા કુળવાન અને સમૃદ્ધિવાન જમાલિ નામે યુવાન રાજપુત્ર એ યૌવનવતી પ્રિયદર્શનને પરણ્ય.
પ્રભુને જન્મથી અઠયાવીશ વર્ષ થયા એટલે તેમના માતાપિતા અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવ થયા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનાં જીવ અશ્રુત દેવલોકમાંથી ચ્યવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ પામી અવ્યય પદને પ્રાપ્ત થશે. માતાપિતાને અંગસંસ્કાર કર્યા બાદ કેટલાક દિવસ વીતી ગયા પછી શેકમય થયેલાં અંતઃપુર સહિત નંદિવર્ધન પ્રત્યે પ્રભુ બેલ્યા “હે બંધુ! જીવને મૃત્યું હમેશાં પાસે જ રહેલું છે, અને આ જીવિત નાશવંત છે, તેથી મૃત્યુ પ્રાપ્ત થયે પ્રાણીએ તેને શોક કરે એ કાંઈ તેને પ્રતિકાર નથી. તેથી હે ભાઈ! આ વખતે તે દૌર્યનું અવલંબન કરી ધર્મનું આચરણ કરવું તેજ ઘટે છે. શેક કરવો એ તે કયર પુરુષને યોગ્ય છે. આ પ્રમાણે પ્રભુએ બેધ કર્યો, એટલે નંદિવર્દન સ્વસ્થ થયા. પછી પિતાનું રાજ્ય અલંકૃત કરવાને તેણે પ્રાર્થના કરી, પરંતુ સંસારથી ઉદ્વેગ પામેલા વીરે જ્યારે પિતાનું રાજ્ય સ્વીકાર્યું. નહીં ત્યારે મંત્રીઓએ મળીને આગ્રહથી નંદિવર્ધ્વનને રાજ્યાભિષેક કર્યો.
તે અન્યદા ચિરકાળ થયા ઈઝેલી દીક્ષા લેવાને માટે તેમાં આદરવાળા મહાવીર પિતાના ભાઈ નંદિવર્ધ્વનની રજા માગી, એટલે નંદિવર્ધ્વન શકેથી ગદ્દગદિત વાણીએ બાલ્યા કે હે ભ્રાતા ! અદ્યપિ મને માતાપિતાના વિયેગનું વિસ્મરણ થયું નથી, હજુ સર્વ સ્વજન પણ શોકથી વિમુક્ત થયેલ નથી, તેવામાં તમે મને વિયેગ આપી શ્વત ઉપર ક્ષાર નાંખવાનું કેમ કરે છે?” આવા જ્યેષ્ટ બંધુના આગ્રહથી પ્રભુએ ભાવતિના અલંકારોએ અલંકૃત થઈ, નિત્ય કાયોત્સર્ગ ધરતાં, બ્રહ્મચર્યમાં તત્પર રહેતાં, સ્નાન તથા અંગરાગે રહિત, વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે, એષણીય અને પ્રાસુક અન્નથી પ્રાણવૃત્તિ કરતાં માંડમાંડે ગ્રહવાસમાં એક વર્ષ નિગમન કર્યું. પછી લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે, “તીર્થ પ્રવર્તાવે.” એટલે પ્રભુએ યાચકેને ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. પછી ઈંદ્રાદિક દેએ અને નંદિવદ્ધન વિગેરે રાજાઓએ શ્રી વીરપ્રભુને યથાવિધિ દીક્ષાભિષેક કર્યો. રાહુવડે ચંદ્રની જેમ ભ્રાતાના વિરહદુઃખથી આકુલ થયેલા નંદિવર્ધને માંડમાંડ પિતાના સેવક પુરૂષને આજ્ઞા કરી કે, “દેવસભાની જેમ સુવર્ણની વેદિકા અને સુવર્ણના સ્તંભેવાળી, સૂર્યસહિત મેરૂગિરિના તટની જેમ સુવર્ણમય સિંહાસનથી મંડિત, પાલક વિમાનની જાણે નાની બહેન હોય તેમ ઘુઘરીઓની માળીના નાદવાળી, મોટા ઉમવાળી ગંગાનદીની જેમ ઉડતી દવાઓવાળી, પચાસ ધનુષ લાંબી, છત્રીશ ધનુષ ઉંચી અને પચીશ ધનુષ પહોળી, વીર કુમારને બેસવાને લાયક ચંદ્રપ્રભા નામે એક શિબિકા તૌયાર કરે.” તત્કાળ તેઓએ તેવી શિબિકા તૈયાર કરી. “જેમ દેવતાઓને મનથી કાર્ય સધાય છે તેમ