________________
પવો ૧૦ મુ
૧૧ જે હિંસા કરી હોય તેને મન, વચન, કાયાથી વસરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લાભ વિગેરથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદુ છું અને તેનું પ્રાયશ્ચિત્ત આચરૂં છું. રાગ દ્વેષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્ત પરદ્રવ્ય લીધું હોય તે સર્વને સરાવું છું. પs : તિર્યંચ સંબંધી. મનષ્ય સંબંધી કે દેવ સબંધી મૈથુન મનથી, વચનથી કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. લોભના દેષથી ધન, ધાન્ય અને પશુ વિગેરે બહુ પ્રકારનો પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી વસરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વિસરાવું છું. ઈદ્રિયેથી પરાભવ પામીને મેં રાત્રે ચતુવિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદુ છું. ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, કલહ, પિશુનતા ૧, પરનિંદા, અભ્યાખ્યાન અને બીજુ જે કાંઈ ચારિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું' મન, વચન, કાયાથી વાસરાવું છું. બાહ્ય કે અત્યંત૨ તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન, વચન, કાયાએ નિંદુ છું. ધર્મને અનુષ્ઠાનમાં મેં જે કાંઈ વીર્ય ગોપવ્યું હોય તે વીર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કઈને માર્યો હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કોઈનું કાંઈ હરી લીધું હોય અથવા કાંઈ અપકાર કર્યો હોય તે તે સર્વે મારાપર ક્ષમા કરજે. જે કઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન હોય તે સર્વ મને ક્ષમા કરજે, હું હવે સવમાં સમાન બદ્વિવાળે છે. તિર્યચપણમાં જે તિર્યંચો, નારકીપણામાં જે નારકીઓ, દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણામાં જે મનુષ્યોને મેં દુખી કર્યા હોય તેઓ સર્વ મને ક્ષમા કરજે, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ-એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગની જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને શ્રી જિનદિત ધર્મ વિના આ સંસારમાં બીજું કઈ શરણ નથી. સર્વે જી સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે તો તેમાં કોણ કિંચિત્ પણ પ્રતિબંધ કરે? પ્રાણી એકલે જ જમે છે, એટલે જ મૃત્યુ પામે છે, એટલે જ સુખને અનુભવે છે અને એકલેજ દુઃખને અનુભવે છે. પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓ પણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જુદ) છે, છતાં તેમાં મૂખ જન વૃથા મેહ રાખે છે. ચરબી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા અને મૂત્રથી પૂરાયેલા આ અશુચિના સ્થાનરૂપ શરીરમાં કયો બુદ્ધિમાન પુરૂષ મેહ રાખે? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવશ્ય છોડી દેવાનું છે. અર્થાત તેનું ગમે તેટલું હાલન પાલન કર્યું હોય તે પણ તે નાશવંત છે. ધીર કે કાયર સર્વ પ્રાણીએ અવશ્ય મરવાનું તે છે જ, પરંતુ બુદ્ધિમાનું પુરૂષે એવી રીતે મરવું કે જેથી પુન: મરવું પડે નહીં. મારે અહંત પ્રભુનું શરણ હજો, સિદ્ધ ભગવંતનું શરણ હજ, સાધુઓનું શરણ હજો અને કેવળી ભગવંતે કહેલા ધમનું શરણ હજો. મારે માતા શ્રી જિનધર્મ, પિતા ગુરૂ, સહોદર સાધુઓ અને સાધમ મારા બંધુઓ છે, તે સિવાય આ જગતમાં સર્વ જાળવત્ છે. શ્રી ઋષભદેવ વિગેરે આ ચોવીશીમાં થઈ ગયેલા તીર્થકરેને અને બીજા ભરત, અરવત તથા મહાવિદેહ ક્ષેત્રના અહં તેને હું નમું છું. તીર્થકરોને કરેલ નમસ્કાર પ્રાણુઓને સંસારના છેદને અર્થે અને બધિના લાભને માટે થાય છે. હું સિદ્ધભગવંતને નમસ્કાર કરું છું, કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી હજારે ભવને કર્મરૂપ કાષ્ટોને બાળી નાખ્યા છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. જેઓ સદા ભવછેદમાં ઉદ્યત થઈ
૧ ચાડી ખાવી. ૨ અછતું આળ દેવું.