________________
પર્વ ૧૦ મું રાજાના પુત્ર ત્રિપૃષ્ણ હિંસાદિકમાં અવિરતપણે અને મહા આરંભ તથા પરિગ્રહમાં તત્પરપણે
રાશી લાખ વર્ષ નિર્ગમન કર્યા. ત્યાંથી મૃત્યુ પામીને તે સાતમી નરકમાં નારકી થયે અને તેના વિયોગથી અચલ બળદેવ દીક્ષા લઈ મૃત્યુ પામીને મોક્ષે ગયા.
ત્રિપૃષ્ણનો જીવ નરકમાંથી નીકળીને કેશરીસિંહ થયે. તે મૃત્યુ પામી ચોથી નરકે ગયે. તેવી રીતે તે તિર્યંચ અને મનુષ્યાદિ ગતિમાં ઘણું ભવ ભમ્યો. પછી મનુષ્યજન્મ પામીને તેણે શુભ કર્મ ઉપાર્જન કર્યું, તેથી તે અપરવિદેહમાં મૂકાનગરીને વિષે ધનંજય રાજાની ધારિણી નામની રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ચૌદ સ્વએ જેની ચક્રવત્તીપણાની સમૃદ્ધિ જણાવી છે એવા સંપૂર્ણ લક્ષણવાળા તે પુત્રને ધારિણીએ ગ્ય સમયે જન્મ આપ્યો. માતાપિતાએ તેનું પ્રિય મિત્ર એવું નામ પાડયું. માતાપિતાના મને રથની સાથે તે અનુક્રમે મોટો થયો. સંસારથી નિર્વેદ પામેલા ધનંજય રાજાએ પ્રિય મિત્રને રાજ્યપર બેસાડીને દીક્ષા લીધી. પ્રિયાની જેમ ભૂમિને પાળતા પ્રિય મિત્ર રાજાને અનુક્રમે ચૌદ મહારત્નનો ઉત્પન્ન થયા. પછી ચક્રના માર્ગને અનુસરીને પખંડ વિજય કરવા ચાલ્યા.
પ્રથમ પૂર્વાભિમુખ ચાલી માગધતીથે આવ્યા. ત્યાં અષ્ટમ તપ કરી ચતુરંગ સેના સહિત પડાવ કર્યો. અષ્ટમને અંતે રથારૂઢ થઈ, થોડે દૂર જઈને તેણે ધનુષ્ય હાથમાં લીધું. પછી એ મહાભુજે માગધતીર્થકુમાર દેવને ઉદ્દેશીને પિતાના નામથી અંકિત ગરૂડના જેવું એક બાણ તેના તરફ ફેંકયુંતે બાણ આકાશમાં બાર યોજન પર્યત જઈને માગધદેવની આગળ ઉત્પાત વજીની જેમ પડયું. તે વખતે મરવાને ઇચ્છતા એવા કોણે આ બાણ નાંખ્યું ? એમ ચિંતવતા માગધદેવે કોપથી ઊઠીને તે બાણ હાથમાં લીધું. એટલે તેની ઉપર ચક્રવર્તીના નામના અક્ષરની શ્રેણી જોઈને તે ક્ષણવારમાં શાંત થઈ ગયો. પછી કેટલીક ભેટે લઈને તે પ્રિયમિત્ર ચકીની પાસે આવ્યો. અને “હું તમારે આજ્ઞાધારી છું” એમ બોલતો આકાશમાં ઊભે રહ્યો. ઉપાય જાણનારા તેણે વિવિધ ભેટોથી ચક્રવતીની પૂજા કરી. ચક્રવતીએ તેનો સત્કાર કરીને વિદાય કર્યો અને પોતે પાછા વળીને પારણું કર્યું. તેમજ તે માગધદેવને નિમિત્તે ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પછી કર્ક રાશિના સૂર્યની જેમ ચક્રવતી દક્ષિણ દિશા તરફ ગયા. ત્યાં વરદામ નામના દેવને પૂર્વની જેમ સાધી લીધે. ત્યાંથી પશ્ચિમ તરફ જઈ પ્રભાસપતિને સાધ્યો. પછી સિંધુ નદી સમિપે ગયા. ત્યાં જેમણે અષ્ઠમતપ કર્યું છે એવા ચક્રવતી પાસે સિંધુદેવીએ પ્રત્યક્ષ થઈને બે દિવ્ય રત્નમય ભદ્રાસને અને દિવ્ય આભૂષણે આપ્યા. તે દેવીને વિદાય કરીને ચક્રના માર્ગને અનુસરતા ચક્રી વૈતાથગિરિ પાસે આવ્યા. ત્યાં અષ્ટમ કરીને વૈતાઢયાદ્રીકુમાર નામના દેવને સાધી લીધે. પછી તમિસ્રા ગુહા સમીપે જઈ અષ્ટમ તપ કર્યું. એટલે ત્યાં રહેલા કૃતમાળ દેવે સ્ત્રીરત્નને એગ્ય એવાં બીજા આભૂષણ આપ્યાં. સેનાપતિએ ચક્રીની આજ્ઞાથી ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરીને લીલા માત્રમાં તેનું પ્રથમ નિષ્ફટ સાધી લીધું. ત્યાંથી પાછા આવી ચક્રીની આજ્ઞાથી અષ્ટમતપ કરીને દંડરત્નની ઘાત વડે તેણે તમસાનું દ્વાર ઊઘાડયું. પછી ચક્રવતી ગજરનપર આરૂઢ થઈ, તેના દક્ષિણ કુંભસ્થળ ઉપર પ્રકાશને અર્થે મણિરત્ન મૂકીને તમિસા ગુહામાં પેઠા. ત્યાં કાકણ રનથી ગુહાની બંને બાજુએ પ્રકાશને માટે સૂર્યમંડલ જેવા માંડલા કરતા ચક્રવતી ચક્રને અનુસરતા ચાલ્યા. પછી ઉન્મશ્રા અને નિમગ્ના નદીપર પાજ બંધાવી. તેના વડે તે નદી ઉતરીને પોતાની મેળે ઉઘડી ગયેલા તે ગુફાના ઉત્તરદ્વારથી ચક્રી બહાર નીકળ્યા. ત્યાં ચક્રવતીએ આપાત જાતિના કિરાત લોકોને જીતી લીધા અને સેનાપતિ પાસે ગંગા નદીનું પ્રથમ