________________
સર્ગ ૧ લે
કહે કે, હવે તું ઈચ્છા પ્રમાણે શાળી ખા અને વિશ્વાસ ધરીને રહે. કારણ કે, તારા હદયમાં શલ્યરૂપ જે કેશરી હતો તેને મારી નાંખે છે. આ પ્રમાણે કહી તે બંને કુમારે પોતનપુર ગયા અને પેલા ગ્રામ્ય લોકોએ તે વૃત્તાંત અધિગ્રીવને જણાવ્યું.
અશ્વગ્રીવ રાજા હવે ત્રિપૃષ્ટથી શંકા પામવા લાગે. એટલે કપટ વડે તેઓને મારી નાંખવાની ઈચ્છાથી તેણે એક વ્રતને સમજાવીને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. તે દૂત ત્યાં જઈને બોલ્યો કે, રાજન્ ! તમારા બે પુત્રોને અગ્રીવ પાસે મોકલો. અમારા સ્વામી તે બંનેને જુદું જુદું રાજ આપશે.” પ્રજાપતિ બોલ્યો-“હે સુંદર દ્રત ! મારા કુમારની શી જરૂર છે? હું પોતે જ સ્વામી પાસે આવીશ. દૂતે પુનઃ કહ્યું કે, “જે. તમે કુમારોને ન મોકલે, તો યુદ્ધ કરવાને સજજ થજો, પછી કહ્યું નહોતું એમ કહેશે નહિ.” આ પ્રમાણે કહેતા તે દ્વત ઉપર કુમારે એ ક્રોધવડે ધસારો કરીને તેને ક્ષણવારમાં નગરની બહાર કાઢી મૂક્યો. ફતે આવીને તે વાર્તા અગ્રીવને કહી સંભળાવી. એટલે અગ્રીવ કોપથી અગ્નિની જેમ પ્રજ્વલિત થયો.
હયગ્રીવ રાજા અને ત્રિપૃષ્ટ તથા અચલ યુદ્ધની ઈચ્છાથી પોતપોતાના સૈન્યને લઈને રથાવત્તગિરિ પાસે આવ્યા. સંવર્નમેઘની જેમ પરસ્પર અથડાતા બંને પક્ષના સૈનિકે માંહોમાંહી યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે સૈનિકોનો ક્ષય થવા આવ્યું ત્યારે અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ણ બંને સૈન્યના યુદ્ધને અટકાવીને પોતેજ રથી થઈ યુદ્ધ કરવા લાગ્યા. અવીવના સર્વ અસ્ત્રો નિષ્ફલ થતાં તેણે શત્રુની ગ્રીવાને છેદવામાં લંપટ એવું ચક્ર ત્રિપૃષ્ટની ઉપર મૂકયું. તે વખતે લો કે એ હાહાકાર કર્યો. તે ચક્ર જેમ અષ્ટાપદ જનાવર પર્વતના શિખર ઉપર પડે તેમ તંબ ભાગથી ત્રિપૃથ્યના ઉરસ્થળ પર પડયું. પછી વીરશ્રેષ્ઠ ત્રિપૃષ્ણે તે ચક્ર હાથમાં લઈ તેના વડે કમળનાળની જેમ લીલામાત્રમાં અશ્વગ્રીવના કંઠને છેદી નાખે.
તે વખતે “આ અચલ અને ત્રિપૃષ્ટ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે' એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિપૂર્વક આઘે.ષણા કરી. તત્કાળ સર્વ રાજાઓ એ આવીને તેમને પ્રણામ કર્યો. પછી તે બંને વીરેએ પોતાના પરાક્રમથી દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. તે પ્રથમ વાસદેવે પિતાની ભૂજાવડે કટીશિલાને ઉપાડીને છત્રની જેમ લીલામાત્રમાં મસ્તક સુધી ઊંચી કરી. પછી સર્વ ભૂચકને પરાક્રમથી દબાવીને તે પોતનપુર ગયા. ત્યાં દેવતાઓ એ અને રાજાઓએ તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. જે જે રત્નવસ્તુ તેનાથી દૂર હતી, તે સર્વ ત્રિપૃષ્ટ પાસે આવીને તેને આશ્રિત થઈ. તેમાં ગોયકોમાં રત્નરૂપ કેટલાક મધુર સ્વરવાળા ગાયકો પણ ત્રિપૃષ્ઠની પાસે આવ્યા. એક વખતે તે ગાયકો ગાતા હતા અને વાસુદેવ શયન કરતા હતા, તે વખતે તેમણે પોતાના શય્યાપાળને આજ્ઞા કરી કે, “આ ગાયકો ગાય છે તેઓને મારા ઊંઘી ગયા પછી રજા આપવી.” શવ્યાપાળે “બહુ સારું , એમ કહ્યું. પછી ત્રિપૃષ્ટને તે નિદ્રા આવી ગઈ, પણ તે ગાયના મધુર ગાયનમાં લુબ્ધ થયેલા શવ્યાપાળે તે ગાયકને વિદાય કર્યા નહિ. એમ કરતાં પ્રાત:કાળ થવા આવ્યા એટલે વાસુદેવ ઊઠયા. તેમણે ગાયકોને ગાતાં જોઈ શવ્યાપાળને કહ્યું કે, “તેં આ ગાયકોને કેમ વિદાય કર્યા નહીં?” તે બે -“સ્વામી ! ગાયનના લોભથી, આ ઉત્તર સાંભળી, વાસુદેવને કેપ ચડે. તેથી પ્રાત:કાળે તેને કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. તેથી તે શય્યાપાળ મરણ પા. તે કૃત્યથી ત્રિપુટે અશાતા વેદનીય કમ નિકાચિત બાંધ્યું તે સિવાય તે ભવમાં પ્રભુપણાને લીધે તેણે બીજું પણ ઘણું મહા માઠા પરિણામવાળું ઉગ્ર કર્મ બાંધ્યું. એ પ્રજાપતિ