Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
ધર્મના ઉપદેશકોને એકાન્તે લાભ ઃ
न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात्; ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वे कान्ततोभवति ॥२९॥ श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम्; आत्मानं च परं च हि, हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥ હિતકર શ્રવણ કરનાર સર્વે ધર્મ પામે સર્વથા,
એકાન્ત એવો નિયમ નથી ત્યાં ભાવની છે વિવિધતા; ઉપકાર બુદ્ધિ કેળવી કહેનારને નિશ્ચિત પણે,
થાયે એકાન્તે ધર્મ સર્વે શાસ્ત્ર પણ એમજ ભણે. I॥૨૬॥ એ કારણે કલ્યાણકર સદ્ધર્મને ઉપદેશીએ;
શ્રમ નવિ ગણો, શ્રમ ઉત્તરે બહુ કાળનો એમ માનીએ; હિતવચનના ઉપદેશકો, કલ્યાણ નિજ પરનું કરે,
નૌકા સમા એ શુદ્ધ ગુરુઓ, તારે અને પોતે તરે. ।।૨ા મોક્ષ માર્ગ એ એક જ હિતોપદેશ છે ઃ -
नर्ते च मोक्षमार्गा-द्वितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन्; तस्मात्परमिममेवेति, मोक्षमार्गं प्रवक्ष्यामि ॥३१॥ આ અખિલ વિશ્વે મોક્ષનો શુભ માર્ગ એક જ શ્રેય છે, તે છોડીને બીજું બધું દુ:ખદાયી સર્વે હોય છે;
એથી જ એ ઉત્કૃષ્ટ સમજી કહીશ હું આ ગ્રન્થમાં,
એ સાંભળી શ્રદ્ધા ધરી ભવિ ! સંચરો શિવ પન્થમાં. ॥૨૮॥
* ઇતિ સંબંધકારિકા ન
卐卐卐