Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૦૨
તત્વાર્થાધિગમસૂત્ર
ક્ષમા. તેને સાધવાના પાંચ ઉપાય છે. આપણી અંદર ક્રોધના નિમિત્ત અને બીજ છે કે નહિં તે તપાસતા રહેવું, ક્રોધના પરિણામનો વિચાર કરવો, બાલસ્વભાવની ભાવના ભાવવી, ક્રોધજન્ય દોષોનો વિચાર કરવો, ક્ષમા, ગુણ અને તેના પરિણામનો વિચાર કરવો. (૨) ચિત્તતી મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા તે માર્દવ છે. જાતિ, કુળ, રૂપ; ઐશ્વર્ય, વિજ્ઞાન, બુદ્ધિ, શ્રુત, લાભ પ્રાપ્તિ, વીર્યશક્તિ આદિની અધિકતાથી ફુલાવું કે ગર્વ કરવો નહિં અને તે દરેકની વિનશ્વરતા વિચારી ચિત્તનું અભિમાન દૂર કરવું. (૩) મન, વચન અને કાયાની એકસૂત્ર પ્રવૃત્તિ તે આર્જવ છે. કુટિલતા, દંભ આદિ દોષ આદિના પરિણામો ચિંતવતા સરળતાથી પ્રાપ્તિ થાય છે. (૪) ધર્મનાં સાધન તથા દેહમાં રહેલી આસક્તિનો ત્યાગ તે શૌચ છે. પોતાની માલિકીના દેહમાં આસક્તિનો ત્યાગ કરવાનો છે ત્યારે અન્ય પદાર્થોમાં આસક્તિ રાખવાની તો રહેતી જ નથી. આના-માટે અનિત્ય ભાવના સાધનરૂપ છે. (૫) સમશીલ સાધુ સાથે હિત, મિત, અને યથાર્થ વચનવ્યાપાર તે સત્ય છે. સતપુરુષ માટે સત્ય એ હિતકર છે. સર્વ સાથે વચન વ્યાપારમાં વિવેક તે ભાષા સમિતિમાં આવે છે. (૬) મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું નિયમન અર્થાત્ તેમાં યતના તે સંયમ છે. (૭) મલિનવૃત્તિને અંકુશમાં લાવવા આત્મદમનરૂપ તપ છે. (૮) પોતાના તથા પરના ગુણવિકાસ માટે સુપાત્રને થતું પ્રદાન તે ત્યાગ છે. (૯) વસ્તુમાં રહેતી મમત્વ બુદ્ધિનો ત્યાગ તે આકિંચન્ય છે. અને (૧૦) પોતાની ત્રુટિઓ દૂ૨ ક૨વા તેમજ જ્ઞાન આદિ સદ્ગુણનો અભ્યાસ ક૨વા-ગુરુની અધીનતા સ્વીકારી બ્રહ્મ-ગુરુકુળ અને ચર્ય-વસવું તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય ઇન્દ્રિયના વિષયોના સંયમરૂપ