Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૫૯
તત્વાર્થાધિગમસૂત્ર કારણ વેદનીય છે. એકથી માંડી ઓગણીશ પરીષહ એક સમયે હોઈ શકે છે.
સૂત્ર ૧૮ ચારિત્ર્યનું વર્ણનઃ સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચારિત્ર્યના પાંચ પ્રકાર છે.
સૂત્ર ૧૯ થી ૨૧ તપનું વર્ણન અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશ અને છ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ઉત્સર્ગ અને ધ્યાન એ છ અત્યંતર તપ છે. અત્યંતર તપના ધ્યાન સિવાયના તપના અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે.
સૂત્ર ૨૨ થી ૨૬ પ્રાયશ્ચિત આદિનું વર્ણન: આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, અનશન, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રાયશ્ચિતના ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને ઉપચાર એ ચાર વિનયના ભેદ છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમશીલ એ દશ વૈયાવૃત્યના ભેદ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદ છે. બાહ્ય અને અત્યંતર એ બે ઉત્સર્ગના ભેદ છે. - સૂત્ર ૨૭ થી ૪૬ ધ્યાનનું વર્ણન ઉત્તમ સંહનનવાળાની એકાગ્રતારૂપ ચિંતાનિરોધ તે ધ્યાન છે. તેની સ્થિતિ અંતઃમુહૂર્તની છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ધ્યાનના ચાર પ્રકાર છે. છેલ્લા બે મોક્ષના હેતુ છે. અપ્રિય વસ્તુ આવી પડતાં તે દૂર કરવાની સતત ચિંતા એ પહેલું, આવી પડતાં દુઃખ દૂર કરવાની સતત ચિંતા એ બીજું, પ્રિય વસ્તુ ન મળતાં તેની પ્રાપ્તિની સતત