Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text ________________
૨૬૧
તત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય-૧૦ મોક્ષનું સ્વરૂપ :
સૂત્ર ૧ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું વર્ણનઃ મોહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય પ્રકૃતિના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે.
સૂત્ર ૨-૩ મોક્ષની વ્યાખ્યા : બંધ હેતુના અભાવ અને નિર્જરાથી સકળ કર્મનો ક્ષય તે મોક્ષ છે.
સૂત્ર ૪ મોક્ષના હેતુનું વર્ણન ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ સિવાયના બાકીના ઔપશમિક આદિ ભાવ અને ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રકટે છે.
સૂત્ર ૫-૬ મુમાન જીવની ગતિનું વર્ણન: બંધનનો છેદ, અસંગ, પૂર્વપ્રયોગ અને ગતિપરિણામના કારણે મોક્ષ પ્રકટ થતાં જ જીવ ઊર્ધ્વમાં લોકના અંત સુધી ગતિ કરે છે.
સૂત્ર ૭ સિદ્ધ જીવના અનુયોગદ્વારનું વર્ણન ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર્ય, પ્રત્યેક બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પ બહુત એ બાર અનુયોગ દ્વાર દ્વારા સિદ્ધ જીવની વિચારણા કરી શકાય છે.
도
Loading... Page Navigation 1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330