Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૫૮
તત્વાર્થાધિગમસૂત્ર 1 અધ્યાય-૯સંવર અને નિર્જરાનું સ્વરૂપ - સૂત્ર ૧ થી ૩ સંવર અને નિર્જરાનું સ્વરૂપઃ આસ્રવનિરોધ તે સંવર છે; તે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર્ય વડે સધાય છે. તપથી પણ નિર્જરા થાય છે.
સૂત્ર ૪ થી ૯ ગુપ્તિ આદિનું વર્ણન યોગનો સમ્યગૃનિગ્રહ તે ગુપ્તિ છે. યોગ ત્રણ છે. ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય તે દશ ઉત્તમ ધર્મ છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાતત્વ તે બાર ભાવના યા અનુપ્રેક્ષા છે. ધર્મમાર્ગમાં ટકવા અને કર્મની નિર્જરાર્થે પરીષહ સહન કરવા સુધા, પિપાસા શીત, ઉષ્ણ, દશમશક, નાન્ય, અરતિ, સ્ત્રી યા પુરુષ, ચર્યા, નિષદ્યા, શવ્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાન, અજ્ઞાન અને આદર્શન એ બાવીશ પરીષહ છે.
સૂત્ર ૧૦ થી ૧૭ પરીષહનું વર્ણનઃ બાદરસપરાય નામના નવમા ગુણસ્થાન સુધી બાવીશ, સુક્ષ્મસંપરાય નામના દશમાથી બારમા છદ્મસ્થવીતરાગ ગુણસ્થાન સુધી ચૌદ અને જિનમાં અર્થાત્ તેરમા અને ચૌદમા ગુણ સ્થાનમાં અગિયાર પરીષહ હોય છે. જ્ઞાનાવરણ પ્રજ્ઞા અને જ્ઞાનઅજ્ઞાન પરીષહનું, દર્શનમોહ અદર્શન પરીષહનું અને અંતરાય અલાભ પરીષહનાં કારણ છે. ચારિત્ર્યમોહ નાગન્ય, અરતિ, સ્ત્રી યા પુરુષ, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર પરીષહનું કારણ છે, બાકીનાનું