Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાથધિગમસૂત્ર
૨૨૭ લેશ્યા દ્વારે ઉપપાતે, સ્થાન ધારો આઠમે; નિગ્રંથ પંચક આઠ દ્વારે, કરી સુત્ર યોજના, અધ્યાય નવમો પૂર્ણ થાતાં, ધારજો ભવિ એકમના. (૨૯)
અર્થ : સમક્તિધારી, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહક્ષપક, ઉપશમક, ઉપશાંતમોહ, ક્ષપક, ક્ષીણમોહ અને જિન એ દશ અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યય ગુણ અધિક નિર્જરાવાળા હોય છે. પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ નિગ્રંથના ભેદ છે. સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત અને સ્થાન એ દરેક પ્રકારે નિગ્રંથ વિચારવા યોગ્ય છે. આમ એકાગ્રતાથી નવમો અધ્યાય પૂરો કર્યો. | ભાવાર્થ : કર્મનો અંશતઃક્ષય તે નિર્જરા છે, કર્મનો સર્વાશ ક્ષય તે મોક્ષ છે. નિર્જરા એ મોક્ષનું પુરોગામી અંગ છે. સંસારી સર્વ જીવમાં નિર્જરાનો ક્રમ ચાલુ હોય છે; પરંતુ તે સાથે નવાં કર્મ પણ બંધાય છે. અહિં જે નિર્જરાનો વિચાર છે; તે મોક્ષાભિમુખ જીવોનો છે. સમ્યગ્દષ્ટિથી મોક્ષાભિમુખતા શરૂ થાય છે અને સર્વજ્ઞતામાં એ પૂરી થાય છે. આમ હોઈ સમ્યગૃષ્ટિથી સર્વજ્ઞતા સુધીની અવસ્થાના દશ વિભાગ પાડ્યા છે. આમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અવસ્થામાં પરિણામની ધારા વિશુદ્ધ, વિશુદ્ધતર હોય છે; તેથી તે પ્રમાણે કર્મનિર્જરા વધારે હોય તે પણ સ્વાભાવિક છે. આ પરિણામ વિશુદ્ધિની ધારા અને તેના પરિણામે કર્મનિર્જરા પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તરમાં દરેકમાં અસંખ્યાત ગુણ વધે છે. સમ્યગુદૃષ્ટિ કરતાં શ્રાવકની પરિણામધારા અને નિર્જરા અસંખ્યાત ગુણ વધારે છે.. અને એ જ પ્રમાણે તે પછીના દરેક માટે સમજવાનું છે; તેમાં પણ છેવટે સર્વજ્ઞની નિર્જરા સર્વથી અધિક હોય છે.