Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસત્ર
૨૭૭. ગૌતમ સ્વામી ઉપદેશિત પંદરસો તાપસ જૈનેતરલિંગે અને મરૂદેવામાતા તથા ભરતરાજા ગૃહસ્થલિગે સિદ્ધ થયાના દષ્ટાંતો છે.
તીર્થકર તીર્થની સ્થાપના કરે છે. તેમની હયાતી પછી કોઈ કોઈ વખત પાંચ ભરત અને પાંચ ઐરવતમાં તીર્થ વિચ્છેદ પણ પામે છે. આવા પ્રસંગે ઉપદેશકનો અભાવ હોવા છતાં જાતિસ્મરણાન આદિ કારણે અતીર્થમાં પણ સિદ્ધ થવાય છે. પુંડરિક સ્વામી તીર્થસિદ્ધ છે; જ્યારે મરૂદેવામાતા અતીર્થ સિદ્ધ છે, કારણ કે ભગવાન ઋષભદેવે તીર્થ પ્રવર્તાવ્યું તે પહેલાં તે સિદ્ધ થયા છે. ભ૦ ૨ષભદેવ તીર્થંકર હોઈ જિનસિદ્ધ છે જયારે પુંડરિકસ્વામી તીર્થકર ન હોઈ અજિનસિદ્ધ છે.
ભૂતકાળની દષ્ટિએ ચાીિ યા અચારિયી સિદ્ધ થાય છે. વર્તમાન અંતિમસમયની દૃષ્ટિએ યથાખ્યાત ચારિત્રીજ મોક્ષ મેળવે છે. અંતિમ સમય પહેલાંની દષ્ટિએ વિચારીએ તો છેલ્લા અને પહેલા એ બે તીર્થકર સિવાયના બાકીના બાવીશ તીર્થંકર મહાવિદેહ તીર્થની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ત્રણ; પહેલા અને છેલ્લા એ બે તીર્થંકરના તીર્થમાં પરિહાર વિશુદ્ધિ સિવાયના ચાર અથવા પાંચે ચારિત્ર્યવાળા મોક્ષ મેળવી શકે છે.
વર્તમાન દૃષ્ટિએ તો કેવળજ્ઞાની જ મોક્ષ મેળવે છે; પરંતુ ભૂતકાળની દૃષ્ટિએ પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત પણ મોક્ષ મેળવે છે. પ્રત્યેકબુદ્ધ ગુરુના આશ્રય વિના પોતાની જ્ઞાનશક્તિથી બોધ મેળવી સિદ્ધ થાય છે. તેને અસાર સંસાર અંગે કોઈ નિમિત્ત મળતાં જ્ઞાન અને ચારિત્ર્યવૃત્તિ જાગૃત થાય છે. પ્રત્યેક બુદ્ધનો બીજો વિભાગ સ્વયંબુદ્ધનો છે. તેમાં તીર્થકર આવે છે; તેમને નિમિત્તની જરૂર પડતી નથી, પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી બોધ