Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૫૫ તે પાંચમા વ્રતના અતિચાર છે. ઊર્ધ્વવ્યતિક્રમ, અધોવ્યતિક્રમ, તિર્થવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિભંગ એ પાંચ છઠ્ઠા વ્રતના અતિચાર છે. આનયન પ્રયોગ, પ્રેથ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલપ્રક્ષેપ એ પાંચ સાતમા વ્રતના અતિચાર છે. કંદર્પ, કૌત્કચ્ય, મૌખર્ય, અસમીક્ષ્માધિકરણ અને ઉપભોગાધિકત્વ એ પાંચ નવમા વ્રતના અતિચાર છે. (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત) ઉત્સર્ગ, આદાનનિક્ષેપ, સંસ્તારોપક્રમ; અનાદર અને સ્મૃતિભંગ તે પાંચ દશમા વ્રતના અતિચાર છે. સચિત્ત, સચિત્ત-સંબંધ, સંમિશ્ર, અભિષવ અને દુષ્પકવ આહાર એ પાંચ અગિયારમા વ્રતના અતિચાર છે. સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ બારમા વ્રતના અતિચાર છે. જીવિતાસા, મરણાશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચાર છે.
સૂત્ર ૩૩-૩૪ દાનનું વર્ણન સ્વ અને પરના અનુગ્રહ અર્થે પોતાની વસ્તુ આપવી તે દાન છે. વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્ર એ ચારની વિશેષતાથી દાનની મહત્તા છે.
R EF ER