Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૫૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાવ રાખવો, સંવેગ અને વૈસગ્ય અર્થે જગતસ્વભાવ અને કાયસ્વભાવ ચિંતવવા.
સૂત્ર ૮ થી ૧૫ પાંચ વ્રતનું સ્વરૂપ પ્રમત્તયોગ સહિત પ્રાણવધ તે હિંસા; પ્રમત્તયોગપૂર્વક જૂઠ તે અસત્ય; પ્રમત્તયોગ પૂર્વક ચોરી તે અસ્તેય, યુગલની પ્રવૃત્તિને મૈથુન યા અબ્રહ્મ અને પ્રમત્ત યોગપૂર્વક મૂછ તે પરિગ્રહ છે. વ્રતી નિઃશલ્ય હોવો જોઈએ. તે બે પ્રકારના છે : (૧) અગારી અને (૨) અણગાર. અણુવ્રતધારી અગારી છે; મહાવ્રતધારી અણગાર છે.
સૂત્ર ૧૬-૧૭ શીલનું વર્ણનઃ દિવિરમણ, દેશવિરમણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, પૌષધોપવાસ, ભોગોપભોગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત ઉત્તરગુણ યા શીલ છે. મરણપ્રસંગે સંલેખના કરવી યોગ્ય છે. .
સૂત્ર ૧૮ થી ૩૨ અતિચારનું વર્ણનઃ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિસંસ્તવ અને અન્યદૃષ્ટિપ્રશંસા એ પાંચ સમ્યક્ત્વના અતિચાર છે. દરેક વ્રત અને શીલ એ દરેકના પાંચ પાંચ અતિચાર છે. બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને અન્નપાન-નિરોધ એ પાંચ પહેલા વ્રતના અતિચાર છે. મિથ્યાઉપદેશ, રહસ્યાભ્યાખ્યાન, કૂટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ બીજા વ્રતના અતિચાર છે. સ્તનપ્રયોગ, તેનાહતઆદાન, વિરુદ્ધ-રાજ્યાતિક્રમ, હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ પાંચ ત્રીજા વ્રતના અતિચાર છે. પરવિવાહકરણ, ઈત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ ચોથા વ્રતના અતિચાર છે. ક્ષેત્રવાતુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસ દાસી અને કુષ્ય એ પાંચના પ્રમાણનો અતિક્રમ