Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૪૦
તવાધિગમસત્ર
- જીરૂ
|| શ્રી સ્વાર્થ - સ્વાધ્યાય
શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં આવતા વિચારોનું સંક્ષિપ્ત અવતરણ
|| અધ્યાય-૧ ) સૂત્ર ૧ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની એકસૂત્રતા તે મોક્ષ માર્ગ છે.
સૂત્ર ૨-૩ તત્ત્વ (પદાર્થ)ના યથાર્થ સ્વરૂપની પ્રતિતિ તે સમ્યગદર્શન છે. તે સ્વાભાવિક અને નિમિત્તક હોય છે.
સૂત્ર ૪ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે.
ગ્રંથ સંકલનાનું દર્શનઃ જ્ઞાનસ્વરૂપ અધ્યાય ૧; જીવનું સામાન્ય સ્વરૂપ અધ્યાય ૨; નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ) જીવનું વિશિષ્ટ સ્વરૂપ અધ્યાય ૩, ૪; અજીવ સ્વરૂપ અધ્યાય ૫; આસ્રવ સ્વરૂપ અધ્યાય ૬; બંધ સ્વરૂપ અધ્યાય ૮; સંવર અને નિર્જરા સ્વરૂપ અધ્યાય ૭ અને ૯ અને મોક્ષ સ્વરૂપ અધ્યાય ૧૦.
સૂત્ર ૫ થી ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર નિક્ષેપ; પ્રમાણ અને નય; નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, સતુ, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ આદિ અનુયોગદ્વાર જ્ઞાન માટે સાધન છે. '
સૂત્ર ૯ થી ૧૨ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે. પહેલાં બે પરોક્ષ અને છેલ્લાં ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ છે. " સૂત્ર ૧૩ થી ૧૯ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા અને અન્ય પ્રતિભેદ એ મતિજ્ઞાનનું સ્વરૂપ છે. મતિજ્ઞાન ઇંદ્રિય અને મન દ્વારા થાય છે. વ્યંજન દ્વારા પર્યાયનું અને અર્થ દ્વારા દ્રવ્યનું મતિજ્ઞાન થાય છે.