Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૪૫
સૂત્ર ૭ થી ૧૮ મધ્યમ લોકનું વર્ણનઃ જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર, પુષ્કરવદ્વીપ, પુષ્કરસમુદ્ર આદિ બમણા બમણા વિસ્તારના દ્વીપસમુદ્રો છે; તેમાં સ્વયંભૂરમણ સમુદ્ર છેલ્લો છે. જંબુદ્વીપ થાળી જેવો ગોળ અને બાકીના દ્વીપસમુદ્રી ચૂડીના આકારે ગોળ છે, અને એ દરેક એકબીજાને વિંટાયેલા છે. એક લાખ યોજનનો જંબુદ્વીપ છે. તેની મધ્યમાં મેરુપર્વત છે. તેમાં ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યક્, હૈરણ્યવર્ષ અને ઐરવત એમ દક્ષિણથી ઉત્તર જતા ખંડો છે. તે દરેક ખંડના વિભાગ પાડનાર પૂર્વપશ્ચિમ લંબાઈના હિમવન, મહાહિમવન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ વર્ષધર-પર્વતો છે. ધાતકી ખંડમાં વર્ષ-ખંડ અને વર્ષધર બમણા છે; તેજ પ્રમાણે પુષ્કરાર્ધદ્વીપમાં છે. જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અર્ધપુષ્કરદ્વીપને વિંટળાઈને માનુષોત્ત૨ પર્વત પડેલો છે; તેથી તેની બહાર મનુષ્યો નથી. ભરત, ઐરવત અને વિદેહ એ કર્મભૂમિ છે; વિદેહમાંથી દેવકુ અને ઉત્તકુરુ બાદ કરવા. તિર્યંચ અને મનુષ્યની જધન્યસ્થિતિ અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમધની છે.
જૂઓ પરિશિષ્ટ ૧-૨-૩.
纷纷纷