Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૪૪
તત્વાર્થાધિગમ સત્ર જીવોમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદ હોય છે.
સૂત્ર પર આયુષ્યનું વર્ણન આયુષ્ય અપવર્તનીય અને અનપર્ણનીય એ બે પ્રકારનું છે. તે દરેક બે પ્રકારનાં છે. સોપક્રમ અને નિરુપક્રમ. સોપક્રમ અપવર્ણનીય આયુષ્ય અકસ્માત આદિ કારણે ઘટી શકે છે; જયારે નિરૂપક્રમ આયુષ્યને ઘટવાને અવકાશ નથી. અનપવર્તાય આયુષ્યને ઘટવાનો પ્રશ્ન જ નથી. દેવ, નારક, ચરમદેહી, ઉત્તમપુરુષ અને અસંખ્યાત વર્ષ આયુષ્યવાળાને અનપવર્તનીય આયુષ્ય હોય છે. દેવ, નારક, અસંખ્યાત વર્ષાયુવાળાને નિરૂપક્રમ અનપર્ણનીય આયુ છે; જ્યારે ચરમ દેહી અને ઉત્તમપુરુષને સોપક્રમ અને નિરૂપક્રમ એ બંને પ્રકારના અનાવર્તનીય આયુ હોય છે.
:
અધ્યાય-૩
નારક અને મધ્યમ લોકના જીવોનું વર્ણન
સૂત્ર ૧-૨ નારકપૃથ્વીનું વર્ણનઃ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને મહાતમપ્રભા એ સાત નારકપૃથ્વી છે. તેમાં નારકજીવો વસે છે.
સૂત્ર ૩ થી ૫ તેમના સ્વરૂપનું વર્ણનઃ લેશ્યા, પરિણામ, દેહ, વેદના, વિક્રિયા આદિ નિરંતર અશુભ છે. પરસ્પર દુઃખ આપે છે અને પહેલી ત્રણ નરક સુધી સંકલિષ્ટ અસુર પણ દુઃખ આપે છે.
સૂત્ર ૬ ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમની છે.