Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૨૮
- તત્વાર્થાધિગમસૂત્ર (૧) જેને મિથ્યાદર્શન દૂર થઈ સમ્યગદર્શન પ્રકટે છે તે સમ્યગુદષ્ટિ છે. (૨) અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયોપશમથી અલ્પાંશે પણ જેને વિરતિ પ્રગટે છે તે શ્રાવક છે. (૩) પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી જેને સવશે વિરતિ પ્રગટે છે તે વિરત છે. (૪) અનંતાનુબંધી કષાય ક્ષય કરવા યોગ્ય વિશુદ્ધિ જેને પ્રકટે છે તે અનંતવિયોજક છે. (૫) દર્શનમોહનો ક્ષય કરવા યોગ્ય વિશુદ્ધિ જેને પ્રગટે છે તે દર્શનમોહક્ષપક છે. (૬) દર્શનમોહની બાકીની પ્રકૃતિનો જેને ઉપશમ છે તે ઉપશમક છે. (૭) ઉપશમ સંપૂર્ણ થયો છે જેને તે ઉપશાંતમોહ છે. (૮) મોહની બાકીની પ્રકૃતિનો ક્ષય કરવો જેને ચાલુ છે તે ક્ષપક છે. (૯) જેણે મોહનો સંપૂર્ણ ક્ષય કર્યો છે તે ક્ષણમોહ છે. (૧૦) સર્વજ્ઞતા જેને પ્રકટ થઈ છે તે જિન છે.
રાગ દ્વેષની ગાંઠ જેને નથી તે નિગ્રંથ છે; આ તાત્વિક અર્થના ઉમેદવારને પણ નિગ્રંથ કહેવામાં આવે છે. પાંચ પ્રકારના નિગ્રંથમાં પહેલા ત્રણ વ્યવહારિક અને છેલ્લા બે તાત્વિક અર્થસંપન્ન છે.
(૧) મૂલગુણ અને ઉત્તરગુણમાં પૂર્ણતા પ્રાપ્ત ન થવા છતાં વીતરાગપ્રણીત આગમથી ચલિત ન થનાર તે પુલાક નિગ્રંથ છે. (૨) શરીર અને ઉપકરણના સંસ્કાર કરનાર, ઋદ્ધિસિદ્ધિને ચાહનાર, કીર્તિના અર્થી, સુખશીલ અને પરિવારવાળા, છેદપર્યાયવાળા અને અતિચાર દોષયુક્ત તે બકુશ છે. (૩) કુશીલના બે ભેદ છે. ઇંદ્રિયવશ બની ઉત્તરગુણની વિરાધના કરવા છતાં મૂળગુણને સાચવે છે તે પ્રતિસેવના કુશીલ છે; અને જે તીવ્ર કષાયને વશ ન થતાં સૂક્ષ્મ કષાયને વશ થાય છે તે કષાયકુશીલ છે. (૪) રાગદ્વેષના આત્યંતિક અભાવે સર્વજ્ઞત્વ પ્રગટ્યું નથી