Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૨૯ પણ જેને અંતઃમુહૂર્તમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું છે તે નિગ્રંથ છે. (૫) સર્વજ્ઞત્વ પ્રકટ થયું છે તે સ્નાતક છે.'
પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક આદિ પ્રથમના બે સંયમમાં હોય છે. સામાયિક આદિ પ્રથમના ચાર સંયમમાં કષાયકુશીલ હોય છે. નિગ્રંથ અને સ્નાતક એ બે યથાખ્યાત સંયમી હોય છે.
પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલનું શ્રુત ઉત્કૃષ્ટથી દશપૂર્વ પૂરા હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથનું ઉત્કૃષ્ટ કૃત ચૌદપૂર્વ હોય છે. પુલાકનું જધન્ય શ્રુત નવમા પૂર્વના ત્રીજા પ્રકરણ આચારવસ્તુ સુધી અને બકુશ, કુશીલ, નિગ્રંથનું જધન્ય શ્રત આઠ પ્રવચન માતા (ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ) પ્રમાણ હોય છે. સર્વજ્ઞ હોઈ સ્નાતક શ્રુત વિનાના છે.
પુલાક પાંચ મહાવ્રત અને રાત્રિભોજનના વ્રતનું ખંડન અન્યના અતિઆગ્રહના યા બળાત્કાર પ્રસંગે કરે છે. કેટલાક આચાર્ય તો તેમને ચતુર્થ મહાવ્રતના વિરાધક પણ માને છે. બકુશ બે પ્રકારના છે : જુદા જુદા ઉપકરણનો સંગ્રહ અને સંસ્કાર કરનાર ઉપકરણ-બકુશ છે. શોભા માટે શરીરના સંસ્કાર કરનાર શરીરબકુશ છે. પ્રતિસેવનાકુશીલ માત્ર ઉત્તરગુણની વિરાધના કરે છે જ્યારે કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક વિરાધના કરતા જ નથી. | સર્વ તીર્થંકરના શાસનમાં પાંચે પ્રકારના નિગ્રંથ હોય છે. કેટલાક માને છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ નિત્ય તીર્થમાં હોલય છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તીર્થ અને અતીર્થમાં પણ હોય છે.
પુલાકમાં તેજ, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા હોય છે.