Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૦૦
તત્વાર્થાધિગમસૂત્ર ગુપ્તિનું વર્ણન :
માનસિક, વાચિક અને કાયિક યોગનો સર્વાશે નિગ્રહ તે ગુપ્તિ નથી; પરંતુ તેમાં અપ્રશસ્તનો નિગ્રહ અને પ્રશસ્તની પ્રવૃત્તિ તે ગુપ્તિ છે. શ્રદ્ધા અને સ્પષ્ટ સમજથી ગુપ્તિ સ્વીકારી ઉન્માર્ગ પ્રવૃત્તિ રોકી શકાય છે; અને સન્માર્ગ પ્રવૃત્તિ આદરી " શકાય છે. ઉઠવા, બેસવા, લેવા, મૂકવા, કર્તવ્ય-અકર્તવ્ય આદિમાં વિવેકપૂર્વક કાયિક પ્રવૃત્તિ તે કાય ગુપ્તિ છે. વિવેકપૂર્વક વચન, વ્યાપાર યા મૌન તે વચન ગુપ્તિ છે અને દુષ્ટ સંકલ્પ, કલ્પના આદિ ત્યાગી, શુભ સંકલ્પનું સેવન તે મનોગુપ્તિ છે. સંક્ષેપમાં અશુભ સંકલ્પ ત્યાગી શુભ સંકલ્પ સહિત વાચિક અને કાયિક પ્રવૃત્તિ તે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ છે. સમિતિનું વર્ણન :
સાવધાનતાથી ગમનાગમન તે ઈર્યાસમિતિ છે. સત્ય, હિતકર, પરિમિત અને સંદેહરહિત વચનવ્યાપાર તે ભાષાસમિતિ છે. જીવનયાત્રાર્થે આવશ્યક નિર્દોષ સાધન મેળવવા વિવેકપૂર્વક પ્રવૃત્તિ તે એષણાસમિતિ છે. સારી રીતે નિરીક્ષણ કરી પ્રમાર્જિત જમીન પર વસ્તુ મૂકવી-લેવી તે આદાનનિક્ષેપ સમિતિ છે. સારી રીતે નિરીક્ષણ કરી પ્રમાર્જિત જમીનમાં અનુપયોગી વસ્તુ પરઠવવી-વોસિરાવવી તે ઉત્સર્ગ છે.
ગુપ્તિ અને સમિતિમાં તફાવત માત્ર એટલો જ છે કે અસક્રિયાનો નિષેધ અને સન્ક્રિયાની પ્રવૃત્તિ એ ગુપ્તિમાં અને સક્રિયાની પ્રવૃત્તિ એ સમિતિમાં પ્રધાનરૂપે છે. યતિધર્મ અને અનુપ્રેક્ષાનું વર્ણન : सूत्रः - उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतप