Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૦૪
તત્વાર્થાધિગમસૂત્ર તેમજ અન્ય પદાર્થો જુદા છીએ. એ ચિંતન તે અન્યત્વભાવના છે. (૬) દેહ અને આત્માના અનાદિ સંબંધના કારણે દેહ પરનું મમત્વ જીવને તીવ્રતમ હોય છે; તે છોડવા જ ““શરીર અશુચિય છે, અશુચિમાંથી ઉત્પન્ન થાય છે, તેમાંથી પોષણ મેળવે છે. તે અશુચિનું સથાન અને તેનું જ કારણભૂત છે.” એ ચિંતન અશુચિભાવના છે. (૭) ઇંદ્રિયના વિષયોમાં રહેલ આસક્તિ તજવા તે તે પ્રકારની આસક્તિના અનિષ્ટ પરિણામોનું ચિંતન તે આચવભાવના છે. (૮) દોષિત પ્રવૃત્તિ ટાળી નિર્દોષ પ્રવૃત્તિ આચરવા ગુણોનું ચિંતન કરવું તે સંવરભાવના છે. (૯) કર્મબંધન તોડવા વિવિધકર્મ વિપાકોનું ચિંતન કરવું તેની લાંબી લાંબી સ્થિતિનો વિચાર કરવો આદિ નિર્જરાભાવના છે. કષ્ટ બે પ્રકારના છે. ઈચ્છાપૂર્વક વેઠાતા તપ, ત્યાગ આદિ સત્યવૃત્તિરૂપ કષ્ટ શુભ પરિણામી છે. અને આકસ્મિક આવી પડતું કષ્ટ અરુચિકર ગણવાથી અશુભ પરિણામી છે. તેવા પ્રસંગોમાં પણ સમાધાન મેળવી તેને કુશળ પરિણામમાં આણવું અને સંચિત કર્મ ભોગવવા તો પડે જ છે તો પછી તે આનંદપૂર્વક અને ઈચ્છાપૂર્વક તથા મનોદુઃખ વિના ભોગવવા તેજ શ્રેયસ્કર છે.” આદિ ચિંતન પણ નિર્જરા ભાવના છે. (૧૦) લોક ચૌદ રાજપર્યત છે; તેની આકૃતિ બે પગ પહોળા કરી કેડે થ દઈ ઉભેલા પુરુષ જેવી છે. “આ લોકસંસાર વ્યવહારનું સાવન બને છે. તેમાંથી તરવા શું શું કરવું.” તેનું ચિંતન તે લોકાનુપ્રેક્ષા છે. (૧૧) “અનાદિ સંસાર પ્રવાહમાં ભટકતા જીવને શુદ્ધ દૃષ્ટિરૂપ સમ્યક્ત દુર્લભ છે” એ બોધિ દુર્લભ ભાવના છે. (૧૨) ““ધર્મમાર્ગ અને ધર્માનુષ્ઠાનમાં સ્થિરતા સારુ જે કાંઈ યોગ્ય શુભચિંતન કરી શકાય તેમાં જ જીવનું કલ્યાણ છે. આ રીતની સપુરુષોની પણા એ સદ્ભાગ્ય છે