Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર ,
૨૧૧ ઉપશાંતમોહ અને ક્ષીણમોહ (દશમા, અગિયારમા અને બારમા) એ ત્રણ ગુણસ્થાનકમાં ચૌદ પરીષહ હોય છે. દશમા ગુણ સ્થાનકમાં મોહ હોવા છતાં તે અલ્પ હોય છે અને અગિયાર અને બારમા ગુણસ્થાનકમાં મોહ હોતો નથી; આ કારણથી આ ત્રણ ગુણસ્થાનકમાં મોહજન્ય આઠ પરિષહ હોતા નથી. ચૌદ પરિષહ આ પ્રમાણે છેઃ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમસક, ચર્યા, શય્યા, પ્રજ્ઞા, જ્ઞાન-અજ્ઞાન, અલાભ, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. તેરમા અને ચૌદમા ગુણસ્થાનમામાં ઘાતી કર્મનો ક્ષય થવાથી ઘાતી કર્મજન્ય પરિષહો હોતા નથી, તેથી અગિયાર પરીષહ હોય છે. તે આ પ્રમાણે છે : સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. બાદરભંપરાય નામના નવમાં ગુણસ્થાનકમાં વિશેષ કષાય પ્રવર્તે છે તે તથા તે પહેલાંના બધા ગુણસ્થાનમાં બાવીશ પરીષહ હોય છે..
પ્રજ્ઞા અને જ્ઞાન-અજ્ઞાન એ બે પરીષહનું કારણ જ્ઞાનાવરણ છે. અલાભ પરીષહનું કારણ અંતરાય છે. અદર્શન પરીષહનું કારણ દર્શનમોહ અને નગ્નત્વ, અરતિ, સ્ત્રી યા પુરુષ, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર પુરસ્કાર એ સાત પરીષહનું કારણ ચારિત્ર્યમોહ છે; બાકી રહેતા અગિયાર પરીષહનું કારણ વેદનીય - છે; જે અગિયાર પરીષહો જિનમાં હોય છે.
બાવીશ પરીષહમાં કેટલાક પરસ્પર વિરોધી છે. શીત અને ઉષ્ણ; શયા, ચર્ચા અને નિષદ્યા આમાં પહેલા બેમાંથી અને બીજા ત્રણમાંથી ગમે તે એક એક હોઈ શકે છે. શીત પરીષહ વખતે ઉષ્ણ કે ઉષ્ણ પરીષહ વખતે શીત પરીષહ ન હોઈ શકે; તે જ રીતે શઠા પરિષહ-વખતે ચર્ચા અને નિષદ્યા ન હોય,