Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
વેદનીયમાં છે પરીષહ, બાકી સર્વે જે રહ્યા, એક સાથે એક ઊણા, વીશ ઉદયે સંભવ્યા; પરીષહોની કરી વહેંચણ, વિવેકે ગુણ સ્થાનમાં, વળી કર્મયોગે પરીષહોની, ભાવના છે સૂત્રમાં. (૧૦) અર્થ : સ્વીકારેલ વ્રત નિયમોથી ચુત ન થવા અને નિર્જરા કરવા પરીષહો સહન કરવા. ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ,, દંશમસક, નગ્નત્વ, અરરિત, શ્રી યા પુરુષ, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાનઅજ્ઞાન અને અદર્શન એ બાવીશ પરીષહ છે. સૂક્ષ્મ સં૫રાય નામના દશમા અને તે પછીના બે ગુણસ્થાનકમાં ચૌદ પરીષહ હોય છે. જ્ઞાનાવરણના કારણે અજ્ઞાન અને પ્રજ્ઞા એ બે તેમજ દર્શન મોહ અને અંતરાયના કારણે અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ હોય છે. ચારિત્ર્યમોહનીયના કારણે નગ્નત્વ, અરરિત, સ્ત્રી યા પુરુષ, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરુસ્કાર એ સાત અને વેદનીય કર્મના કારણે અગીયાર પરીષહ હોય છે. જીવમાં એક સાથે ઓગણીશ પરીષહ હોય છે.
૨૦૯
ભાવાર્થ : ધર્મ માર્ગમાં સ્થિરતાર્થે તથા નિર્જરાર્થે સમભાવપૂર્વક કષ્ટો સહન કરવાં તે પરીષહ છે. (૧-૨) ભૂખતરસની તીવ્ર વેદના છતાં સદોષ આહારપાણી ન લેતાં સમભાવપૂર્વક વેદના સહેવી તે ક્ષુધા અને પિપાસા પરીષહ છે. (૩-૪) ઠંડી અને ગરમીથી ગમે તે કષ્ટ જણાય છતાં અકલ્પ્ય વસ્તુ સ્વીકાર્યા વિના સમભાવપૂર્વક તે વેઠવા તે શીત અને ઉષ્ણ પરીષહ છે. (૫) ડાંસ, મચ્છર આદિ જંતુઓના ઉપદ્રવોને સમભાવપૂર્વક સહન કરવા તે દશમશક પરીષહ છે. (૬) વસ્રના
-