Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૧૦
તત્વાર્થાધિગમસૂત્ર અભાવે સમભાવપૂર્વક નગ્નતા સહન કરવી તે નગ્નત્વ પરીષહ છે. (૭) સ્વીકારેલ વ્રત નિયમમાં વિઘ્ન આવતાં ધૈર્ય ધરવું તે અરતિ પરીષહ છે. (૮) વિજાતીય આકર્ષણથી ન લલચાવું તે સ્ત્રી યા પુરુષ પરીષહ છે. (૯) ધર્માનુસાર એક સ્થળે નિયત વાસ ન કરવો તે ચર્ચા પરીપ્રહ છે. (૧૦) સ્વીકારેલ સમય મર્યાદા દરમિયાન ભય પ્રસંગે પણ આસન તજવું નહિ તે નિષદ્યા પરીષહ છે. (૧૧) પ્રિય કે અપ્રિય સ્થાનમાં કોમળ કે કઠોર સંથારામાં શયન કરવું તે શય્યા પરીષહ છે. (૧૨) અપ્રિય અને કઠોર વચન સમભાવપૂર્વક સત્કારવા તે આક્રોશ પરીષહ છે. (૧૩) તાડન તર્જન આદિ સેવા માની સ્વીકારવા તે વધુ પરીષહ છે. (૧૪) ધર્મ જીવનના નિર્વાહ માટે યાચકવૃત્તિ સ્વીકારવી તે યાચના પરીષહ છે. (૧૫) યાચવા છતાં ઈષ્ટ વસ્તુ ન મળતાં તેને તપ માની સંતોષ માનવો તે અલાભ પરીષહ છે. (૧૬) રોગથી વ્યાકૂળ ન બનતાં સમભાવે વેદના વેઠવી તે રોગ પરીષહ છે. (૧૭) તૃણ આદિની કઠોરતા અનુભવતાં સમભાવ રાખવો તે તૃણસ્પર્શ પરીષહ છે. (૧૮) શારીરિક મળથી ઉદ્વેગ ન પામતાં સ્નાનઆદિ સંસ્કારની ઈચ્છા ન કરવીતે મળપરીષહ છે. (૧૯) સત્કારથી ન ફુલાતાં અને અસત્કારથી ખેદ ન કરતાં સમભાવે રહેવું તે સત્કાર-પુરસ્કાર પરીષહ છે. (૨૦) ચમત્કારિક બુદ્ધિ માટે ગર્વ ન કરવો તે પ્રજ્ઞા પરીષહ છે; (૨૧) શાસ્ત્ર વિજ્ઞાનથી ગર્વ ન કરતાં અને તેના અભાવે ખેદ ન કરતાં સમભાવ રાખવો તે જ્ઞાન-અજ્ઞાન પરીષહ છે. (૨૨) સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો ઇન્દ્રિયગમ્ય ન હોવાથી તેમાં યોગ્ય શ્રદ્ધા રાખવી તે અદર્શન પરીષહ છે. - લોભ આદિ કષાયનો ન્યૂન સંભવ છે. તેવા સૂક્ષ્મસંપરાય,