Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર सूत्र:
૨૨૩
पृथक्त्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियाऽनिवृत्तीनि ॥४१॥ तत् त्र्येककाययोगायोगानाम् ॥४२॥ एकाश्रये संवितर्के पूर्वे ॥ ४३ ॥ અવિવારે દ્વિતીયમ્ ॥૪૪॥ વિતઃ શ્રુતમ્ ॥૪॥
विचारोऽर्थव्यंजनयोगसंक्रान्तिः ॥४६॥
અનુવાદ : પ્રથમ શુક્લ ધ્યાન સારું, નામથી હું વર્ણવું, પૃથક્ત્વ શબ્દ વિતર્ક સાથે, સવિચાર જ જોડવું; એકત્વ શબ્દ વિતર્કયોગે, અવિચારજ જાણવું, એમ શુક્લના બે ભેદ સ્થિર, થઈ આત્મતત્ત્વ પિછાણવું. (૨૪) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, નામે ભેદ સાંભળો, વ્યુપરતક્રિયાનિવૃત્તિને, નામથી ચોથો ગણો; એમ ચાર ભેદો યોગત્રિકે, એક યોગે વર્તતા, કાયયોગી વળી અયોગી, અનુક્રમે તે સાધતા. (૨૫) આશ્રય એક છે વિતર્કો, પૂર્વધર બે આદરે, વિતર્ક શબ્દે શ્રુત ભણવું, કરું વિચારણા, અર્થ વ્યંજન યોગ સાથે, વિચારની તે ધારણા. (૨૬)
અર્થ : પૃથવિતર્કસવિચાર, એકત્વવિતર્કઅવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એ ચાર પ્રકારે શુક્લ ધ્યાન છે. આ ચાર શુક્લ ધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળા, ગમેતે એક યોગવાળા, સૂક્ષ્મકાયયોગવાળા અને અયોગીને હોય છે. પહેલાં બે સાવલંબી-સવિતર્ક હોય છે. તેમાં પહેલું સવિચાર અને બીજું અવિચાર હોય છે; અને તે પૂર્વધરને હોય છે. વિતર્ક શબ્દથી શ્વેત ભણવું અને તેનો વિચાર કરવો એમ સમજવાનું