Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૯૮
=
=
=
.
જ
| તત્વાર્થાધિગમસૂત્ર | | અધ્યાય ૯મો સંવર અને તેનાં સાધન : સૂત્ર - સાર્વનિરોધ: સંવ , III
स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ॥२॥ तपसा निर्जरा च ॥३॥ सम्यग्योगनिग्रहो गुप्तिः ॥४॥
इर्याभाषैषणादाननिक्षेपोत्सर्गा:समितयः ॥५॥ અનુવાદ : આશ્રવ કેરો રોધ કરતાં, થાય સંવર રસભર્યો,
તે ભાવ સંવર પ્રાપ્ત કરતા, ભવોદધિને હું તર્યો; ગુપ્તિ સમિતિ ધર્મ સાથે, અનુપ્રેક્ષા આદરી, પરીષહો ચારિત્ર્ય ધરતા, થાય સંવર ચિત્તધરી. (૧) તપથી સંવર થાય સારો, નિર્જરા પણ થાય છે, અધ્યાય નવમે સૂત્ર ત્રીજેપૂર્વધર પણ ગાય છે; રૂડે પ્રકારે યોગ-નિગ્રહ, ગુપ્તિ તેને જાણવી, મન, વચન ને કાય સાથે, ત્રણ પ્રકારે માનવી. (૨) પ્રથમ ઈર્ષા, ભાષા, બીજી, એષણા ત્રીજી કહી, આદાન ને નિક્ષેપ ભાવે, ચોથી સમિતિ મેં લહી; ઉત્સર્ગ નામે પાંચમી છે, સંયમોને પાળવા, ગુપ્તિ સાથે આઠ થાતી, માતચુત ઉછેરવા. (૩)
અર્થ: આશ્રવનો રોધ તે સંવર છે, ભાવ સંવરથી ભવોદધિ તરાય છે. ગુપ્તિ સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર્ય એ સંવરનાં સાધન છે. તપ નિર્જરા તેમજ સંવર એ બેનું સાધન છે એમ પૂર્વધરનું વચન છે. યોગનો સમ્યગુ નિગ્રહ