Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૧૫ ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય અને આકાશ એ દરેક અરૂપી હોઈ ઇંદ્રિયગ્રાહ્ય નથી. જીવ અરૂપી હોવા છતાં કાર્મણ શરીરના કારણે રૂપી જેવો બને છે તેથી તેનું સ્વરૂપ કંઈક અંશે ઇંદ્રિયગ્રાહ્ય અને કંઈક અંશે ઇંદ્રિય અગ્રાહ્ય છે. પુગલ દ્રવ્યરૂપે સ્કંધરૂપી હોઈ ઇંદ્રિયગ્રાહ્ય છે. જગતના પદાર્થોમાં જીવ અને પુદ્ગલ એ બે ગતિશીલ છે. આ ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ તો જીવ અને પુદ્ગલની પરિણમન શક્તિ છે; પરંતુ ઉપાદાન કારણ નિમિત્ત વિના કાર્યકર થતું નથી. તેથી ગતિનું કારણ નિમિત્તરૂપે ધર્માસ્તિકાય, અને સ્થિતિનું કારણ નિમિત્તરૂપે અધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાયને ગતિનું અને અધર્માસ્તિકાયને સ્થિતિનું નિયામક તત્ત્વ ગણવામાં આવે છે; તેનું કારણ એ છે કે અનંતાનંત જીવ અને પુદ્ગલ અનંત આકાશમાં ગતિ કરનાર બને તો નિયત સૃષ્ટિરૂપે તેનું પુનઃમિલન અસંભવિત બની જાય. સૂત્રઃ -- ગ્રાન્નાશાવાદઃ ૨૮
शरीखाड्मनःप्राणापानाः पुद्गलानाम् ॥१९॥ सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥
परस्परोपग्रहो जीवानाम् ॥२१॥ અનુવાદ: આકાશ તો અવકાશ આપે, કાયા, વચન, મન, શ્વાસના,
સુખદુઃખ ને જીવિત, મરણ, ઉપકાર પુદ્ગલ વાસના; ઉપકાર એકથી એક સાથે, જીવ દ્રવ્ય ભાવના, અહિત ઠંડી હિત સાધે, સાચી તે પ્રસ્તાવના. (૬)
અર્થ : અવગાહના આપવી તે આકાશનું કાર્ય છે, શરીર, વચન, મન, પ્રાણાપાન-શ્વાસોશ્વાસ, સુખ, દુ:ખ, જીવન, મરણ અને ઉપગ્રહ-ઉપકાર એ પુદ્ગલના કાર્યો છે; પરસ્પર ઉપકાર એ જીવનું કાર્ય છે.