Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૬૪
તત્વાર્થાધિગમસૂત્ર આરાધનાની મરણ અંતે, સેવના શાસે કહી, સુણી, ધારી વિષય વારી, હૃદયમાંહિ સદહી; સમક્તિ મૂલે બાર વ્રતના, અતિચારો હવે કહું, મનથી ધરતાં, દોષ તજતાં, શ્રાવક ધર્મ જ વહું. (૯) સમકિત ગુણના અતિચારો, પંચ સુણો એકમના, શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, પ્રશંસા સંસ્તવ તણાં; વ્રતશીલોના અતિચારો, પંચ પંચજ વર્ણવે, પ્રથમાદિ વ્રતના અતિચારો, તજી ગુણને કેળવે. (૧૦)
અર્થઃ પાંચ મહાવ્રત પાંચ અણુવ્રત પછી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આવે છે. જે શીલ નામથી અથવા ઉત્તરદ્રત નામથી પણ ઓળખાય છે. દિ-દિશા-પરિમાણને દિગૂ પરિમાણ વ્રત પણ કહે છે. તે ઉપરાંત દેશવિરમણ, અનર્થ દંડવિરમણ, સામાયિક, પૌષધ, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ જુદા જુદા વ્રત છે. આ વ્રતો સંયમ ધર્મના પગથિયારૂપ હોઈ યથાર્થ પાલન કરવાનાં છે. હવે સમકિત મૂળ બાર વ્રતના અતિચાર વર્ણવવામાં આવે છે. તેનું નિરંતર સ્મરણ રાખી દોષ તજવા અને શ્રાવક ધર્મનું પાલન કરવું. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ એ પાંચ સમ્યગદર્શનના અતિચાર છે. દરેક વ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતના પાંચ પાંચ અતિચાર છે.
ભાવાર્થ : અણુવ્રત અલ્પાંશમાં લેવાતું હોવાથી અને અલ્પાંશમાં વિવિધતા હોવાથી અલ્પાંશ વ્રત ગ્રહણની પ્રતિજ્ઞા અનેકરૂપે જુદી પડે છે. સૂત્રકાર આ વિવિધતામાં ન ઉતરતાં ગૃહસ્થના પાંચ અણુવ્રત જે મૂળ વતરૂપ છે તેનું વર્ણન કરે છે; ત્યાગના મૂળ પાયારૂપ હોવાથી આ વ્રત મૂળવ્રત યા મૂળગુણ