Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૮૪
તતાથિિધગમસૂત્ર નિદ્રા તણો છે ભેદ પહેલો, નિદ્રાનિદ્રા છે બીજો, પ્રચલા ત્રીજો ભેદ ચોથો, પ્રચલાપ્રચલા જાણજો.
જ્યાનગૃદ્ધિ ભેદ પંચમ એમ નવ સંખ્યા ગણો. કર્મ બીજું ભેદ નવથી, સાંભળી સત્વર હણો. (૭) શાતા અશાતા ભેદ બને, વેદનીયના જાણીએ, મોહનીયના ભેદ, અઠ્ઠાવીશ મનમાં ધારીએ; અનંતાનુબંધી ને વળી, અપ્રત્યાખ્યાનીય છે, પ્રત્યાખ્યાની ભેદ ત્રીજો, સંજ્વલન એ સૂક્ષ્મ છે. (૮) કષાય ચારે ક્રોધ, માને, માયા લોભે ગુણતાં, ભેદ સોળ જ થાય જેને, જાણી મુનિજન ટાળતાં. હાસ્ય, રતિ વળી અરતિ, શોકે, ભય દુર્ગછા સાથમાં, સ્ત્રી, નપુંસક, પુરુષવેદે, થાય પચ્ચીશ યોગમાં. (૯) સમતિ, મિશ્ર, મિથ્યાત્વ મોહે, ભેદ ત્રણ જો જોડીએ; ભેદ અઠ્ઠાવીસ સૂત્રો, સાંભળીને તોડીએ; નારકી, તિર્યંચ, નરને, દેવની જીવન સ્થિતિ, ભેદ ચારે આયુ કમેં, સૂત્રની સમજો રીતિ, (૧૦)
અર્થઃ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિ છે. આમાં પહેલાં ત્રણના કારણ અજ્ઞાન પણ થાય છે; જે ત્રણ પ્રકારના છે. ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા. પ્રચલા-પ્રચલા અને ત્યાનગૃદ્ધિ એ નવ દર્શનાવરણની ઉત્તરપ્રકૃતિ છે. શાતા અને અશાતા એ બે વેદનીયની ઉત્તરપ્રકૃતિ છે. મોહનીયમાં દર્શનમોહનીય અને ચારિત્ર્યમોહનીય એમ બે ઉત્તરપ્રકૃતિ છે. તેમાં દર્શનમોહનીયની ત્રણ અને