Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૮૫
તત્વાર્થાધિગમસૂત્ર ચારિત્ર્યમોહનીયની બે ઉત્તરપ્રકૃતિ છે. અને કષાયમોહનીયની સોળ અને નોકષાયમોહનીયની નવ એમ પચ્ચીશ પ્રવૃતિઓ ચારિત્રમોહનીયની છે. સર્વ મેળવતાં ૩ + ૧૬ + ૯ એ પ્રમાણે મોહનીયની એકંદર અઠાવીશ ઉત્તરપ્રકૃતિ થાય છે, સમ્યક્ત્વ મિથ્યાત્વ અને મિશ્ર-સમ્યક્વમિથ્યાત્વ એ ત્રણ દર્શન મોહનીયના ભેદ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. તે દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ભેદ ગણતાં સોળ કષાય થાય છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જાગુંસા-દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકદેવ એ નવનોકષાય છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર આયુષ્યની ઉત્તરપ્રકૃતિ છે. | ભાવાર્થઃ પાંચ જ્ઞાનનું સ્વરૂપ અધ્યાય પહેલાના સૂત્ર નવથી ત્રેવીશમાં દર્શાવ્યું છે, ચાર દર્શનનું સ્વરૂપ અધ્યાય બીજાના નવમા સૂત્રમાં દર્શાવ્યું છે. બાકીના પાંચ દર્શનાવરણની સંક્ષિપ્ત સમજૂતી આ પ્રમાણે છે. સહેલાઈથી જાગી શકાય તે નિંદ્રા છે. વારંવાર ઢંઢોળવાથી મુશ્કેલીથી જાણી શકાય તે નિંદ્રાનિંદ્રા છે. બેઠા બેઠા કે ઉભા ઉભા આવતી નિંદ્રા તે પ્રચલા છે. ચાલતાં ચાલતાં આવતી નિંદ્રા તે પ્રચલાપ્રચલા છે. જાગ્રત અવસ્થામાં નક્કી કરી મૂકેલ કાર્ય નિંદ્રાઅવસ્થામાં કરવાની શક્તિ પ્રકટે અને તે કામ કરી શકાય તે સ્વાનગૃદ્ધિ છે. સ્યાનગૃદ્ધિના ઉદયે જીવમાં તેની સ્વાભાવિક શક્તિ કરતાં અનેક ઘણું બળ પ્રકટે છે. સુખનો અનુભવ કરાવનાર શાતાવેદનીય અને દુઃખનો અનુભવ કરાવનાર અશાતાવેદનીય છે. તત્ત્વના યથાર્થ સ્વરૂપ પર અરુચિ તે મિથ્યાત્વમોહનીય. તત્ત્વના યથાર્થ સ્વરૂપ પર રુચિ તે સમ્યક્ત્વમોહનીય અને તત્ત્વના યથાર્થ સ્વરૂપ પર રુચિ