Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૯૫
પ્રદેશબંધમાં તરતમતા હોય છે. કર્મ યોગ્ય પુદ્ગલસ્કંધ સૂક્ષ્મ હોઈ ઇન્દ્રિયથી અગોચર હોય છે; બાદર હોતા નથી. આત્મપ્રદેશ આવા જ સૂક્ષ્મ સ્કંધો ગ્રહણ કરે છે. જીવ પ્રદેશના ક્ષેત્રના આકાશ પ્રદેશમાં રહેલ કર્મ સ્કંધોનો બંધ થાય છે; તેની બહાર સ્પર્શેલા અને અન્ય ક્ષેત્રમાં રહેલ કર્મ સ્કંધોનો બંધ થતો નથી. આવા કર્મ પુદ્ગલો સ્થિર હોય ત્યારે જ બંધ થાય છે; અસ્થિર યા ગતિશીલ સ્કંધોનો બંધ થતો નથી. બંધ યોગ્ય પુદ્ગલ સ્કંધ અનંતાનંત પ્રદેશી હોય છે; તે સાંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી હોતા નથી.
શુભ અશુભ વ્યવહાર ગૌણ મુખ્યતાની અપેક્ષાએ થાય છે. શુભ અધ્યવસાયના કારણે પુણ્ય પ્રકૃતિ બંધાય છે; તેજ અધ્યવાસયથી ગૌણપણે પાપ પ્રકૃતિ પણ બંધાય છે. તે જ રીતે અશુભ અધ્યવસાયના કારણે પાપ પ્રકૃતિ બંધાય છે; તે જ અધ્યવાસાયથી ગૌણપણે પુણ્ય પ્રકૃતિ પણ બંધાય છે. આમાં તફાવત એટલો જ છે કે શુભકર્મમાં શુભ અનુભાગની અને અશુભ કર્મમાં અશુભ અનુભાગની માત્રા અધિક હોય છે અને અનુક્રમે અશુભ અનુભાગની અને શુભ અનુભાગની માત્રા ઓછી હોય છે.
કર્મગ્રંથ, નવતત્વ આદિમાં પુણ્ય અને પાપ પ્રકૃતિનો વિભાગ નીચે પ્રમાણે છે.
૪૨ પુણ્ય પ્રકૃતિ : (૧) સાત વેદનીય, (૨) મનુષ્યઆયુ, (૩) તિર્યંચઆયુ, (૪) દેવઆયુ, (૫) મનુષ્યગતિ, (૬) દેવગતિ, (૭) પંચેન્દ્રિયજાતિ, (૮) ઔદારિકશરીર, (૯) વૈક્રિયશરીર, (૧૦) આહારકશરીર, (૧૧) તૈજસશરીર, (૧૨) કાર્મણશરીર, (૧૩) ઔદારિક અંગોપાંગ, (૧૪) વૈક્રિય