Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૯૪.
તત્વાર્થાધિગમસુત્ર પર કર્મની તીવ્ર મંદ ફળ દેવાની શક્તિનો આધાર છે; તે જ અનુભાવ છે. આ ફળ દેવાની શક્તિ અને તેનું નિર્માણ પણ અનુભાવ કહેવાય છે. અનુભાવ અવસર આવ્યું ફળ આપે છે. ફળપ્રદ શક્તિ જે કર્મનિષ્ઠ હોય છે તદનુસાર ફળ આપે છે; બીજી પ્રકૃતિ અનુસાર ફળ આપતી નથી. આ નિયમ માત્ર મૂળ પ્રકૃતિને જ લાગુ પડે છે; ઉત્તર પ્રકૃતિને નહિ, કારણ કે કોઈ કર્મની એક ઉત્તર પ્રકૃતિ પાછળથી અધ્યવસાયના બળે તેજ કર્મની બીજી ઉત્તર પ્રકૃતિરૂપે બદલાય છે. આમાં પણ કેટલીક સજાતીય ઉત્તર પ્રકૃતિ એવી છે જે બદલાતી નથી; ઉદા૦ દર્શન મોહનીયનું સંક્રમણ ચારિત્ર્યમોહનીયમાં તેમજ જુદા જુદા આયુષ્યનું પરસ્પર સંક્રમણ થતું નથી. પ્રકૃતિ સંક્રમણની માફક બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ અધ્યવસાયના કારણે પરિવર્તન થાય છે અર્થાત્ તીવ્રરસ મંદ અને મંદરસ તીવ્ર બને છે; જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ મધ્યમ વા જઘન્ય અને જઘન્ય સ્થિતિ મધ્યમ વા ઉત્કૃષ્ટ બને છે.
કર્મના તીવ્ર યા મંદ વિપાક પછી આત્મપ્રદેશથી કર્મસ્કંધો છૂટા પડે છે અને તે ફરી આત્મામાં સંક્રમણ પામતા નથી. આ પ્રમાણે થતી કર્મનિવૃત્તિ તે નિર્જરા છે. કર્મની નિર્જરા તપથી પણ થાય છે. તેનું વર્ણન નવમા અધ્યાયના ત્રીજા સુત્રમાં છે. - આત્મા અને કર્મસ્કંધ એ બેનો પરિણામ બંધ છે. આત્મપ્રદેશો સાથે બંધ પામનાર પુદ્ગલ સ્કંધોમાં જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિનું નિર્માણ થાય છે; આમ હોઈ કર્મસ્કંધો તેજ પ્રકૃતિના કારણ છે. ઉંચે, નીચે, તિરછા એમ સર્વ દિશામાં રહેલા આત્મપ્રદેશો દ્વારા કર્મસ્કંધ ગ્રહણ કરાય છે. જીવોના કર્મ બંધ અસમાન હોવાનું કારણ તેઓના માનસિક, વાચિક અને કાયિક યોગત તરતમતા છે; અર્થાત્ યોગની અસમાનતાના કારણે