Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૯૨
તત્વાર્થાધિગમસૂત્ર
સર્વે દિશાથી સંગ્રહીને, સર્વે પ્રદેશે જોડતા, ત્રણ યોગના તરતમપણાથી, જાણીએ વિશેષતા. (૧૭) જે નભ પ્રદેશે રહ્યો ચેતન ત્યાંથી જ ખેંચે કર્મને, અસ્થિર કર્મગ્રહે નહિં, સ્થિર ગ્રહે, સમજો મર્મને; આત્મા તણા સર્વે પ્રદેશે, કર્મના પુદ્ગલ ભર્યા, તે સર્વ કર્મો છે અનન્તા-નન્તપુદ્ગલથી બન્યાં. (૧૮) સુખરૂપ શાતા વેદનીયને, મોહની સમકિત કરી, હાસ્ય રતિને પુરુષ નામે, વેદ સાત્ત્વિક સ્થિતિ ભલી; શુભ આયુ જાણો શુભ ગતિનું, નામ ગોત્ર કહ્યાં ભલાં, એ સર્વ પ્રકૃતિ પુણ્યની, તત્ત્વાર્થથી લ્યો નિર્મળા. (૧૬) પહેલી ત્રણ અને છેલ્લી ચાર એ દરેક પ્રકૃતિની ત્રીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છઠ્ઠી અને સાતમી એ બે પ્રકૃતિની દરેકની વીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ચોથા મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પાંચમા આયુષ્યકર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વેદનીયની બાર મુહૂર્ત, નામ અને ગોત્ર એ બેની દરેકની આઠ મુહૂર્ત અને બાકીની પાંચ પ્રકૃતિ એ દરેકની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. કર્મના વિપાક-ફળનો અનુભવ તે અનુભાવ-વિપાક છે. એ અનુભાવકર્મની મૂળ અને ઉત્તરપ્રકૃતિના નામ અનુસાર થાય છે. હસતાં કે રોતાં કરેલા કર્મ ભોગવવા પડે છે. જેમ જેમ કર્મ ભોગવાય છે તેમ તેમ તે ખપે છે - નાશ પામે છે. તે નિર્જરા કહેવાય છે. સર્વ કર્મ અથવા નામકર્મના નિમિત્તવશ આત્મા સર્વ દિશાથી પણ પોતાની સમીપ રહેલા, યોગ બળની તરતમતાએ તરતમ એક જ ક્ષેત્રમાં અવગાહી રહેલા અનંતાનંત પ્રદેશમાં સૂક્ષ્મ કર્મસ્કંધો, સર્વ