Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૯O.
તત્વાર્થાધિગમસૂત્ર નામ કર્મ છે. હાડકાં, દાંત આિિસ્થર અવયવો રચનાર નિમિત્ત સ્થિર નામ કર્મ છે. જીભ આદિ અસ્થિર અવયવો રચનાર નિમિત્ત અસ્થિર નામ કર્મ છે. નાભિ ઉપરના પ્રશસ્ત અને સુંદર અવયવ પ્રાપ્ત કરાવનાર શુભનામ કર્મ છે. નાભિ નીચેના અપ્રશસ્ત અવયવ પ્રાપ્ત કરાવનાર અશુભ નામ કર્મ છે. શ્રૌતાને રોચક સ્વરનું નિયામક સુસ્વર નામ કર્મ છે. શ્રોતાને ન રુચે તેવા સ્વરનું નિયામક દુઃસ્વર નામ કર્મ છે. ઉપકાર કર્યા વિના સર્વને પ્રિય બનાવનાર સુભગનામ કર્મ છે. ઉપકાર કરવા છતાં સર્વને અપ્રિય બનાવનાર દુર્ભગનામ કર્મ છે. વચન બહુમાન્ય કરાવનાર આદેયનામ કર્મ છે. વચન અમાન્ય કરાવનાર અનાદેયનામ કર્મ છે. યશ: અને કીર્તિ પ્રાપ્ત કરાવનાર યશકીર્તિ નામ કર્મ છે. અને યશ અને કીર્તિ ન પ્રાપ્ત કરાવનાર અયશકીર્તિ નામ કર્મ છે. આ દસ પરસ્પર વિરુદ્ધ યુગલરૂપ છે. આમ નામ કર્મ પ્રકૃતિના ૪૨ અથવા ૯૩ ભેદ થાય છે.
પ્રતિષ્ઠિત કુળમાં જન્મ અપાવનાર કર્મ તે ઉચ્ચ ગોત્ર અને અપ્રતિષ્ઠિત અને નિંદ્ય કુળમાં જન્મ અપાવનાર કર્મ તે નીચ ગોત્ર નામ કર્મ છે.
દાન દેવામાં વિઘ્ન, લાભ મેળવવામાં વિઘ્ન, એક વાર ભોગવાતી વસ્તુ ભોગવતી વખતે વિપ્ન, વારંવાર ભોગવાતી વસ્તુ ભોગવતી વખતે વિપ્ન અને કોઈ પણ કાર્યમાં શક્તિ ફોરવતાં વિજ્ઞ તે અનુક્રમે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય કર્મ છે.
પ્રકૃતિ કર્મની સ્થિતિ અને અનુભાગનું સ્વરૂપ પ્રદેશબંધનું સ્વરૂપ અને પુણ્યપ્રકૃતિ. सूत्रः - आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम
कोटीकोटयः परा स्थितिः ॥१५॥